માધ્યમિક શિષ્યવૃતિ પરીક્ષામાં ગઢ ઝવેરી હાઈસ્કૂલના બાળકો એ મેદાન માર્યું પાલનપુર ગ્રામ્ય વિસ્તાર ના પસંદ થયેલ 12 બાળકોમાંથી 04 બાળકો ઝવેરી હાઇસ્કુલના... દેશમાંં શિક્ષણ સુધારવા તથા શિક્ષણ માટે પ્રોત્સાહિત કરવા માટે ઘણી બધી યોજનાઓ ચાલે છે. અભ્યાસ કરવામાં તેજસ્વી અને હોશિયાર હોય તેમને સારૂ શિક્ષણ મળી રહે તે ખૂબ જરૂરી છે. રાજ્યમાં આર્થિક પરિસ્થિતિ નબળી હોવાના કારણે ઘણા બધા વિદ્યાર્થીઓ ઉચ્ચ અને સારું શિક્ષણ મેળવી શકતા નથી. આવા વિવિધ કારણોસર સરકાર દ્વારા શિષ્યવૃતિ બહાર પાડતી હોય છે. કેન્દ્ર સરકાર પીએમ યશસ્વી સ્કોરશીપ યોજના, પ્રગતિ સ્કોલરશીપ વગેરે ઘણી બહાર પાડેલ છે. એવી જ રીતે ગુજરાત સરકાર દ્વારા પણ MSMY, ડિજીટલ ગુજરાત સ્કોલરશીપ વગેરે બહાર પાડે છે. તાજેતરમાં રાજ્ય પરીક્ષા બોર્ડ ગાંધીનગર આયોજીત માધ્યમિક શિષ્યવૃતિ પરીક્ષા યોજાઈ હતી. જેમાં શ્રી ગઢ કેળવણી મંડળ, ગઢ સંચાલિત પેથાણી વિદ્યાસંકુલની દીકરીઓએ બાજી મારી પાલનપુર તાલુકા ગ્રામ્ય વિસ્તારના મેરીટમાં કુલ 12 વિધાર્થીની પસંદગી થઈ હતી. જેમાંથી 4 વિધાર્થીની શેઠશ્રી ન.લ.ઝવેરી અને શેઠશ્રી લ.જે. ઝવેરી સાર્વજનિક હાઈસ્કૂલ ગઢની પસંદગી પામ...
કોંગ્રેસના ધારાસભ્ય દ્વારા મંજૂર કરાવેલા માર્ગોનું કામ રદ કરવા માટે જિલ્લા ભાજપ પ્રમુખ દ્વારા મંત્રીને લખેલો પત્ર વાયરલ લોકોના હિત માટે મંજૂર કરાવેલ કામને જિલ્લા ભાજપ પ્રમુખે વ્યક્તિગત ગણાવી કામ રદ કરવાની ભલામણ કરી ગામલોકોએ "રોડ નહીં તો વોટ નહીં" સહિતના લખાણ લખેલા બેનર પ્રદર્શિત કરી રેલી કાઢી ઉગ્ર આક્રોશ વ્યક્ત કરી દિવાળી પહેલાં કામ શરૂ કરવાની માંગ કરી બનાસકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખ ગુમાનસિંહ ચૌહાણ દ્વારા પાલનપુરના ધારાસભ્ય દ્વારા મંજુર કરાવવામાં આવેલા ત્રણ માર્ગોનું કામ રદ કરવા માર્ગ અને મકાન વિભાગના મંત્રીને રજૂઆત કરી હોવાનો પત્ર વાયરલ થતાં જિલ્લા ભાજપ પ્રમુખને લોકોને સુવિધા મળે એમાં નહીં પરંતુ કોંગ્રેસ જશ ન ખાટી જાય એમાં રસ હોવાની વાત ખુલ્લી થઇ જવા પામી હતી. જિલ્લા ભાજપ પ્રમુખ દ્વારા લોકોની સમસ્યા દૂર કરવાનું તો બાજુ પર રહ્યું પણ જે સુવિધા મળવાની છે એમાં વિઘ્ન નાખી રોડાં નાખવાનો પ્રયાસ કરવાના ભાગરૂપે પોતાની સરકારના મંત્રીને પત્ર લખી જેના જોબ નંબર પડી ગયા છે એવા માર્ગના કામો રદ કરવાની ભલામણ કરતા આ ગામોના લોકોમાં એના ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા અને આ ગામો...
ગઢ ખાતે સંતો અને દાતાઓની હાજરીમાં પેથાણી વિદ્યાસંકુલના નવીન વિભાગોનો ઉદ્ઘાટન સમારોહ યોજાયો ગ્રામજનોની હાજરીમાં દાતાઓનું સન્માન કરાયું અને દાતાઓ વતી જૈન શ્રેષ્ઠી પ્રવિણભાઈ એમ. શાહ દ્વારા 4 કરોડનું દાન લાવવા બદલ સંસ્થાના પ્રમુખ ખોડીદાસ પટેલનું પાઘડી પહેરાવીને સન્માન કરાયું માણસ પોતાની સાથે કશું લઈને જન્મ્યો નથી અને કશું સાથે લઈને જવાનો નથી, એવો પવિત્ર ભાવ દાનશીલતાને પ્રેરે છે. માણસ માટે પૃથ્વીદાતા છે, નદી દાતા છે, પવન દાતા છે, સૂર્યદેવ પ્રકાશનો દાતા છે, વાદળ દાતા છે એમાંના કોઈને પોતે દાતા હોવાનો અહંકાર નથી. કારણ કે તેઓ દાનને કર્તવ્ય સમજે છે. પ્રભુ સંપત્તિ માત્ર પોતાને કે પોતાના પરિવારને ઠારવા માટે નથી આપતો, સમાજ, રાજ્ય, રાષ્ટ્ર કે વિશ્વ એક વિશાળ પરિવાર છે. એને ઠારવા માટે ઈશ્વર મનુષ્યને ધન-સંપત્તિ આપે છે. અથર્વવેદમાં એટલા માટે જ કહેવામાં આવ્યું છે કે ''શતહસ્ત સમાહર, સહસ્ત્ર હસ્ત સંકિર'' - મતલબ કે સેંકડો હાથોથી (ધન) એકઠું કરો અને હજારો હાથે તે વિતરિત કરો. જે માણસ શિક્ષણ માં દાન આપે છે. એને મહાદાન કહેવાયું છે. શ્રી...
ટિપ્પણીઓ