ધી મેસેજ દૈનિકનો ૨૪માં વર્ષમાં પ્રવેશ

ક્રાંતિકારી સંતશ્રી સ્વામી સચ્ચિદાનંદજીના વરદ હસ્તે ૧૫-૦૮-૨૦૦૧ના રોજ ધી મેસેજ દૈનિકની ક્રાંતિની જ્યોત પ્રજ્વલિત થઈ હતી. આજે ૧૫-૦૮-૨૦૨૩ના રોજ ધી મેસેજ દૈનિક ૨૩ વર્ષ પૂર્ણ કરી ૨૪માં વર્ષમાં પ્રવેશ કરી રહ્યું છે ત્યારે ધી મેસેજ દૈનિકને પોતીકું અખબાર ગણી ધી મેસેજ દૈનિકને આટલા વર્ષો સુધી સાથ-સહકાર અને સહયોગ પૂરો પાડનાર ધી મેસેજના ખમીરવંતા વાચકો અને કદરદાન શુભેચ્છકોનો આભાર માનતા હર્ષની લાગણી અનુભવીએ છીએ.

આ સાથે ધી મેસેજ દૈનિકના શુભેચ્છક શ્રી ગોવિંદભાઈ બારોટની એક રચના અત્રે પ્રસ્તુત કરીએ છીએ...

એમ. કે. સૈયદ
તંત્રી
ધી મેસેજ દૈનિક

🪷     ૧૮૧. ક્રમ  🪷
     🪷 અનમોલ રતન 🪷
  🇮🇳 ધી મેસેજ દૈનિક અખબાર  🇮🇳
       🎡   ભાવગીત   🎡

🇮🇳 ૧૫ મી ઓગસ્ટ, ૨૦૦૧ની સુપ્રભાતે ,
ધી મેસેજ દૈનિક અખબારનું ઉદ્દઘાટન 
સ્વામીશ્રી સચ્ચિદાનંદના શુભ થયું હાથે થયું...
૨૨_૨૩ વર્ષથી એકધારું પાલનપુર બનાસકાંઠાનું પ્રિય
"ધી મેસેજની એકધારી
છણાવટ  રહી સદા સાથે.
ગરીબ તવંગરને ન્યાય અપાવવા
અડગ રહ્યું એકલા જ ✋ હાથે.

ધી મેસેજના સત્યસભર અહેવાલો બાબતે કેટલાક લોકોએ 
ધી મેસેજ પર કેસ કરેલ,
જેમાં શ્રી એમ. કે. સૈયદ સરે એકલા ✋ હાથે કેસ લડી તેમને પરાસ્ત કરી કેસ જીત્યા છે.

ધી મેસેજમાં તાજા સમાચાર, કવિઓની કવિતાઓ - કવિઓનાં લેખો-ગાયક કલાકારોના અગ્રેસર લેખો જરુર આવતા;
આજની લોકપ્રિય રમત ક્રિકેટ 🏏 ના સર્વે અંશો પ્રગટ કરતા .

ને !!! બનાસના રત્નોનો પરિચય 
પણ જરૂર આપતાં.
૨૨-૨૩- વર્ષથી સંઘર્ષ કરી શ્રી એમ. કે. સૈયદ ટકાવી રહ્યા.

જેમને દંતાલી નિવાસી પ્રસિધ્ધ, વિવેચક,
સંતશ્રી સ્વામી સચ્ચિદાનંદના
જબ્બર આશિર્વાદ મળ્યા.

બનાસકાંઠાનું પ્રિય પ્રસિધ્ધ
"ધી મેસેજ દૈનિક અખબાર અવિરત
પોતાની મજલ કાપે એ જ અભ્યર્થના.

જેના "હસુ ગોવિંદ "પાલનપુરી 
મિત્રભાવે  પ્રભુને કરે પ્રાર્થના;
ને અલ્લાહ તઆલાને અરજ કે,
એ જ સફળતા મળતી રહે .

તા.૧૫ -૦૮- ૨૦૨૩.

"ભીની મારી માટી ,
          મારો   ભારત  દેશ;
*ધી મેસેજ દૈનિક અખબારનો
         ૨૪માં વર્ષમાં પ્રવેશ...
✍️ જય જય બનાસ ,
      જય  જય ગુજરાત  ✍️

🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
ભક્ત કવિ બારોટ હસુ ગોવિંદ પાલનપુરી મો.૯૯૨૪૯૯૫૯૦૧.
શ્રી સી. બી. ગાંધી નૂતન હાઈસ્કૂલ પાલનપુર. સંગીત શિક્ષક.( રિ.)
તા.૧૫- ૦૮- ૨૦૨૩. પાલનપુર.

ટિપ્પણીઓ

ALSO READ

ધી મેસેજ દૈનિક સોશ્યલ મીડિયા આવૃત્તિ તા.૩૧.૦૧.૨૦૨૩

ધી મેસેજ દૈનિક સોશ્યલ મીડિયા આવૃત્તિ તા.૨૦.૨.૨૩