ધી મેસેજ દૈનિકનો ૨૪માં વર્ષમાં પ્રવેશ
ક્રાંતિકારી સંતશ્રી સ્વામી સચ્ચિદાનંદજીના વરદ હસ્તે ૧૫-૦૮-૨૦૦૧ના રોજ ધી મેસેજ દૈનિકની ક્રાંતિની જ્યોત પ્રજ્વલિત થઈ હતી. આજે ૧૫-૦૮-૨૦૨૩ના રોજ ધી મેસેજ દૈનિક ૨૩ વર્ષ પૂર્ણ કરી ૨૪માં વર્ષમાં પ્રવેશ કરી રહ્યું છે ત્યારે ધી મેસેજ દૈનિકને પોતીકું અખબાર ગણી ધી મેસેજ દૈનિકને આટલા વર્ષો સુધી સાથ-સહકાર અને સહયોગ પૂરો પાડનાર ધી મેસેજના ખમીરવંતા વાચકો અને કદરદાન શુભેચ્છકોનો આભાર માનતા હર્ષની લાગણી અનુભવીએ છીએ. આ સાથે ધી મેસેજ દૈનિકના શુભેચ્છક શ્રી ગોવિંદભાઈ બારોટની એક રચના અત્રે પ્રસ્તુત કરીએ છીએ... એમ. કે. સૈયદ તંત્રી ધી મેસેજ દૈનિક 🪷 ૧૮૧. ક્રમ 🪷 🪷 અનમોલ રતન 🪷 🇮🇳 ધી મેસેજ દૈનિક અખબાર 🇮🇳 🎡 ભાવગીત 🎡 🇮🇳 ૧૫ મી ઓગસ્ટ, ૨૦૦૧ની સુપ્રભાતે , ધી મેસેજ દૈનિક અખબારનું ઉદ્દઘાટન સ્વામીશ્રી સચ્ચિદાનંદના શુભ થયું હાથે થયું... ૨૨_૨૩ વર્ષથી એકધારું પાલનપુર બનાસકાંઠાનું પ્રિય "ધી મેસેજની એકધારી છણાવટ રહી સદા સાથે. ગરીબ તવંગરને ન્યાય અપાવવા અડગ રહ્યું એકલા જ ✋ હાથે. ...