ધી મેસેજ દૈનિક સોશ્યલ મીડિયા આવૃત્તિ તા. ૩૦.૦૪.૨૦૨૩

 ગઢ ખાતે સંતો અને દાતાઓની હાજરીમાં પેથાણી વિદ્યાસંકુલના નવીન વિભાગોનો ઉદ્ઘાટન સમારોહ યોજાયો



ગ્રામજનોની હાજરીમાં દાતાઓનું સન્માન કરાયું અને દાતાઓ વતી જૈન શ્રેષ્ઠી પ્રવિણભાઈ એમ. શાહ દ્વારા 4 કરોડનું દાન લાવવા બદલ સંસ્થાના પ્રમુખ ખોડીદાસ પટેલનું પાઘડી પહેરાવીને સન્માન કરાયું



માણસ પોતાની સાથે કશું લઈને જન્મ્યો નથી અને કશું સાથે લઈને જવાનો નથી, એવો પવિત્ર ભાવ દાનશીલતાને પ્રેરે છે. માણસ માટે પૃથ્વીદાતા છે, નદી દાતા છે, પવન દાતા છે, સૂર્યદેવ પ્રકાશનો દાતા છે, વાદળ દાતા છે એમાંના કોઈને પોતે દાતા હોવાનો અહંકાર નથી. કારણ કે તેઓ દાનને કર્તવ્ય સમજે છે. પ્રભુ સંપત્તિ માત્ર પોતાને કે પોતાના પરિવારને ઠારવા માટે નથી આપતો, સમાજ, રાજ્ય, રાષ્ટ્ર કે વિશ્વ એક વિશાળ પરિવાર છે. એને ઠારવા માટે ઈશ્વર મનુષ્યને ધન-સંપત્તિ આપે છે. અથર્વવેદમાં એટલા માટે જ કહેવામાં આવ્યું છે કે ''શતહસ્ત સમાહર, સહસ્ત્ર હસ્ત સંકિર'' - મતલબ કે સેંકડો હાથોથી (ધન) એકઠું કરો અને હજારો હાથે તે વિતરિત કરો. જે માણસ શિક્ષણ માં દાન આપે છે. એને મહાદાન કહેવાયું છે.

શ્રી ગઢ કેળવણી મંડળ ગઢ સંચાલિત પેથાણી વિદ્યાસંકુલના નવીન વિભાગો અને નવીન બિલ્ડીંગનું BAPS સંસ્થા મહેસાણા મંદિરના કોઠારી સ્વામી સંતશ્રી કરુણામૂર્તિદાસ સ્વામીના અધ્યક્ષ સ્થાને અને સંતશ્રી ઉત્તમપ્રિયદાસની હાજરીમાં લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મુખ્ય મહેમાન તરીકે કેમ્પસ દાતાના પરિવારમાંથી તેમના પુત્રવધુ પ્રીતિબેન પેથાણી, નાયબ જિલ્લા શિક્ષણાધિકારી પિયુષભાઈ પટેલ, ગ્લિટર ઈંગ્લીશ મીડીયમ વિભાગના દાતા સંદીપભાઈ શાહ, જૈન શ્રેષ્ટી પ્રવિણભાઈ એમ. શાહ (અપર પ્રાઈમરી) , શૈલેષભાઈ શાહ (લો પ્રાઈમરી) ,  મગનભાઈ બાજરીયા (સેકન્ડરી) , ખંડેલવાલ પરિવાર (બાલમંદિર) કાળુભાઈ ગામી (માણેકબા હોલ) તથા ગુજરાતી માધ્યમના દાતા સંજયજી ઠાકોર (વિજ્ઞાનપ્રવાહ) , અનિલભાઈ ઝવેરી અને ડો. વિનોદભાઈ વતી અનિલભાઈ બી શાહ (માધ્યમિક), ચેલાભાઈ જગાણીયા (ઉ.મા), અમરતભાઈ ગામી (પ્રાથમિક), ચેલાભાઈ ગોઠી (બાલમંદિર), મહેન્દ્રભાઈ એચ શાહ વતી ઈન્દુભાઈ એ શાહ, સુભાષભાઈ સી શાહ વતી ફેનિલકુમાર શાહ, સુનિલભાઈ દાણી વતી નાનાલાલ દાણી અને હાજર ન રહી શકનાર દાતા વિજયભાઈ કે શાહ & રણજીતભાઈ બાર્મેચા, પ્રકાશભાઈ બાર્મેચા અને સ્વ. સેવંતિભાઈ સી. શાહ પરિવારમાંથી સંસ્થાને શુભેચ્છા સંદેશ મોકલવામાં આવ્યો હતો. ઉદ્ઘાટન કાર્યક્રમમાં હાજર રહેલ દાતાઓએ પરિવાર સાથે હાજર રહી બાળકોના ઘડતર માટે બનાવેલ વિવિધ વિભાગો અને પર્યાવરણ માટે બનાવેલ બગીચાઓનું લોકાર્પણ કર્યું હતું. ત્યારબાદ પેથાણી વિદ્યાસંકુલની બાળાઓ દ્વારા મનુષ્ય તું બડા મહાન હે ગૌરવ ગાન અને જગત જનની માં અંબાની આરાધ્યના કરતો સુંદર ગરબો રજુ કર્યો હતો. ત્યારબાદ કેળવણી મંડળ દ્વારા તમામ દાતાઓને સન્માન પત્ર, સાલ અને મોમેન્ટ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. જે પ્રસંગે સંસ્થાના પ્રમુખ ખોડીદાસભાઈ પટેલ, મંત્રી  રૂપસિંહભાઇ ચૌહાણ, તમામ કારોબારી અને સલાહકાર સમિતિના સભ્યો, કેમ્પસ ડાયરેકટર સુનિલભાઈ વી પટેલ, તમામ વિભાગના આચાર્ય , પેથાણી વિદ્યાસંકુલનો સમસ્ત શાળા પરિવાર, બાળકો અને મોટી સંખ્યામાં ગ્રામજનો અને આજુબાજુ ના આગેવાનો હાજર રહ્યા હતા.

ટિપ્પણીઓ

ALSO READ

ધી મેસેજ દૈનિક સોશ્યલ મીડિયા આવૃત્તિ તા.૩૧.૦૧.૨૦૨૩

ધી મેસેજ દૈનિક સોશ્યલ મીડિયા આવૃત્તિ તા.૨૦.૨.૨૩

ધી મેસેજ દૈનિકનો ૨૪માં વર્ષમાં પ્રવેશ