ધી મેસેજ દૈનિક સોશ્યલ મીડિયા આવૃત્તિ તારીખ ૦૩.૦૪.૨૦૨૩
માધ્યમિક શિષ્યવૃતિ પરીક્ષામાં ગઢ ઝવેરી હાઈસ્કૂલના બાળકો એ મેદાન માર્યું
પાલનપુર ગ્રામ્ય વિસ્તાર ના પસંદ થયેલ 12 બાળકોમાંથી 04 બાળકો ઝવેરી હાઇસ્કુલના...
દેશમાંં શિક્ષણ સુધારવા તથા શિક્ષણ માટે પ્રોત્સાહિત કરવા માટે ઘણી બધી યોજનાઓ ચાલે છે. અભ્યાસ કરવામાં તેજસ્વી અને હોશિયાર હોય તેમને સારૂ શિક્ષણ મળી રહે તે ખૂબ જરૂરી છે. રાજ્યમાં આર્થિક પરિસ્થિતિ નબળી હોવાના કારણે ઘણા બધા વિદ્યાર્થીઓ ઉચ્ચ અને સારું શિક્ષણ મેળવી શકતા નથી. આવા વિવિધ કારણોસર સરકાર દ્વારા શિષ્યવૃતિ બહાર પાડતી હોય છે.
કેન્દ્ર સરકાર પીએમ યશસ્વી સ્કોરશીપ યોજના, પ્રગતિ સ્કોલરશીપ વગેરે ઘણી બહાર પાડેલ છે. એવી જ રીતે ગુજરાત સરકાર દ્વારા પણ MSMY, ડિજીટલ ગુજરાત સ્કોલરશીપ વગેરે બહાર પાડે છે.
તાજેતરમાં રાજ્ય પરીક્ષા બોર્ડ ગાંધીનગર આયોજીત માધ્યમિક શિષ્યવૃતિ પરીક્ષા યોજાઈ હતી. જેમાં શ્રી ગઢ કેળવણી મંડળ, ગઢ સંચાલિત પેથાણી વિદ્યાસંકુલની દીકરીઓએ બાજી મારી પાલનપુર તાલુકા ગ્રામ્ય વિસ્તારના મેરીટમાં કુલ 12 વિધાર્થીની પસંદગી થઈ હતી. જેમાંથી 4 વિધાર્થીની શેઠશ્રી ન.લ.ઝવેરી અને શેઠશ્રી લ.જે. ઝવેરી સાર્વજનિક હાઈસ્કૂલ ગઢની પસંદગી પામી હતી. જેમાં પાલનપુર તાલુકા ગ્રામ્ય વિસ્તારમાં 151 માર્ક્સ મેળવી પટેલ ધ્રુવી લખુભાઈ મેરીટમાં 1st રેન્ક, કોટડીયા માહી અમરતભાઈ 3rd રેન્ક, બાજરીયા નેહલ જયંતીભાઈ 6th રેન્ક , ભરસાડીયા નિયતિ મહેશભાઈએ 11th રેન્ક મેળવ્યો તે બદલ શાળા પરિવાર દ્વારા વિધાર્થીનીઓને ખૂબ ખૂબ અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.
ટિપ્પણીઓ