ધી મેસેજ દૈનિક સોશ્યલ મીડિયા આવૃત્તિ તા. ૧૨.૦૩.૨૦૨૩
શ્રી ગઢ કેળવણી મંડળ ગઢ સંચાલિત પેથાણી વિદ્યાસંકુલ સંલગ્ન માણેકબા હોલમાં ધોરણ 10 અને 12ના વિધાર્થીઓનો દિક્ષાંત સમારોહ બનાસકાંઠા DEO ઓફિસના EI અધિકારી બેનશ્રી ગીતાબેન ચૌધરીની અધ્યક્ષતામાં યોજાયો તા. 09/03/2023 ને ગુરુવારે પેથાણી વિદ્યાસંકુલ ખાતે આવેલ માણેકબા હોલમાં ગુજરાતી અને અંગ્રેજી માધ્યમના ધોરણ 10 અને 12 ના વિધાર્થીઓનો દિક્ષાંત સમારોહ મુખ્ય મહેમાનશ્રી બનાસકાંઠા DEO ઓફિસના EI અધિકારી માન. શ્રીમતી ગીતાબેન ચૌધરી અને અતિથિ વિશેષ શ્રી સરસ્વતી કેળવણી વિકાસ ટ્રસ્ટ મડાણાના ટ્રસ્ટીશ્રી અને ઉધોગપતિ માન. શ્રી મફતલાલ ડી. ભુટકા અને રોટરી સેવાદળ ગઢના પ્રમુખશ્રી દેવજીભાઈ કરેણની ઉપસ્થિતમાં યોજાયો. આ પ્રસંગે સૌપ્રથમ સંસ્થાની નાની દીકરીઓ દ્વારા સુંદર મજાનું અભિનય સાથે સ્વાગત ગીત રજુ કરવામાં આવ્યું હતું. વિદાય લેતા ધો. 10 અને 12 ના વિધાર્થીઓને કુમકુમ તિલક કરી મોં મીઠુ કરાવવામાં આવ્યું હતું. ત્યાર બાદ દરેક મહેમાનશ્રીઓ દ્વારા વિધાર્થીઓને સારા પરિણામ બાબતે શુભેચ્છાઓ અને આશીર્વાદ આપ્યા હતા. છેલ્લે ચાલુ વર્ષના હસ્ત લિખિત ક્ષિતિજ અંકનું વિમોચન EI અધિકારીશ્રી ગીતાબેન ચૌધરીના હસ્તે કર...