ધી મેસેજ દૈનિક સોશ્યલ મીડિયા આવૃત્તિ તા.૨૦.૨.૨૩
રાષ્ટ્રધ્વજ જોઈ સડસડાટ ૧૯૫ દેશના નામ બોલતો જામનગરનો માત્ર ૪ વર્ષનો જીનિયસ બાળક હર્ષ પંડયા આજના આધુનિક યુગમાં લોકો સોશિયલ મીડિયા પર કલાકોનો સમય ગાળે છે. નાના બાળકોથી લઈને મોટી ઉંમરના લોકો કલાકોની કલાકો મોબાઈલમાં વિતાવે છે. પરંતુ કેટલાક જીનીયસ બાળકો ઈન્ટરનેટનો યોગ્ય સદઉપયોગ કરીને અવનવું શીખતા રહે છે. જામનગરનો માત્ર ૪ વર્ષનો એક બાળક હર્ષ પંડયા તેની ઉંમર કરતા અનેકગણું જ્ઞાન ધરાવે છે. કોઈપણ દેશના નામ હોય કે તેના રાષ્ટ્રધ્વજ કે તેના પાટનગરના નામ સાથે તે સડસડાટ મોંઢે બોલી દે છે. આ સાથે તે ઈન્ટરનેટ પર દૈનિક કંઈક ને કંઈક નવુ પર શીખે છે. જામનગરના પટેલ કોલોનીમાં રહેતા રોકાણના વ્યવસાય સાથે સંકળાયેલ ચિરાગ પંડયાનો ચાર વર્ષનો બાળક જેનું નામ હર્ષ પંડયા છે. સારા અભ્યાસુ કે હોંશિયાર લોકો પણ ના બોલી શકે તેટલી ઝડપ અને આટલા દેશના નામ મોઢે સટાસટ બોલે છે. જે ૧૯૫ દેશના રાષ્ટ્રધ્વજ જોઈને તે દેશના નામ અને તેના પાટનગરના નામ ત્વરીત બોલે છે. જે તેણે ઈન્ટરનેટની મદદથી શીખ્યુ છે. હર્ષના માતા અવની પંડયા બી.કોમ, બીએડનો અભ્યાસ કરે છે. તેથી બાળકને અભ્યાસમાં હોશિયા...