ધી મેસેજ દૈનિક સોશ્યલ મીડિયા આવૃત્તિ તા.૩૧.૦૧.૨૦૨૩

શ્રી ગઢ કેળવણી મંડળ,ગઢ સંચાલીત પેથાણી વિદ્યાસંકુલ ખાતે 74માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી


 
ગઢ ખાતે પેથાણી વિદ્યાસંકુલમાં ૨૬મી જાન્યુઆરીએ 74માં પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં મંડળના પૂર્વ મંત્રીશ્રી દેવાભાઈ જે. સાળવીના વરદ હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ બાલમંદિર થી ધોરણ 12 સુધીના તમામ બાળકો દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા. છેલ્લે ચાલુ વર્ષના બેસ્ટ સ્ટુડન્ટ અને બેસ્ટ ટીચર અને વિશિષ્ટ સિદ્ધિ એવોર્ડ આપી શિક્ષકો અને બાળકોને સન્માનિત કરવામાં આવ્યા હતા. જેના દાતા બિલ્ડીંગ કોન્ટ્રાકટર શ્રી મગનભાઈ આર. પ્રજાપતિ હતા. આ પર્વમાં શ્રી ગઢ કેળવણી મંડળના પ્રમુખશ્રી ખોડીદાસ પટેલ, મંત્રીશ્રી રૂપસિંહભાઈ ચૌહાણ, કારોબારી-સલાહકાર સભ્યો, સંસ્થાના નિયામકશ્રી સુનિલ સાળવી, તમામ વિભાગના આચાર્યશ્રી, તમામ સ્ટાફમિત્રો, ગ્રામજનો અને મોટી સંખ્યામાં વાલીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

ટિપ્પણીઓ

ALSO READ

ધી મેસેજ દૈનિક સોશ્યલ મીડિયા આવૃત્તિ તા.૨૦.૨.૨૩

ધી મેસેજ દૈનિકનો ૨૪માં વર્ષમાં પ્રવેશ