ધી મેસેજ દૈનિક સોશ્યલ મીડિયા આવૃત્તિ તા.૧૭.૧૨.૨૨
________________________________ શ્રી ગઢ કેળવણી મંડળ,ગઢ ખાતે બનાસકાંઠા જિલ્લા શિક્ષણાધિકારી શ્રી ડૉ.એન.બી. ચાવડાના અધ્યક્ષસ્થાને SVS કક્ષાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજાયું શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થી નાયબ મામલતદાર પાલનપુર શ્રી ચિરાગ ગેલા અને નાયબ મામલતદાર દાંતીવાડા શ્રીમતી મેઘા જોષીના હસ્તે રીબીન કાપી ગણિત -વિજ્ઞાન પ્રદર્શનને ખુલ્લું મુકવામાં આવ્યું હતું. પાલનપુર તાલુકાના ગઢ ખાતે પેથાણી વિદ્યા સંકુલમાં તારીખ 14 ડિસેમ્બર-2022ને બુધવારે સર જગદીશચંદ્ર બોઝ શાળા વિકાસ સંકુલનું ગણિત-વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શન યોજાયું, જેમાં બનાસકાંઠા જિલ્લા શિક્ષણાધિકારી શ્રી ડૉ.એન.બી. ચાવડા, શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થી નાયબ મામલતદાર પાલનપુર શ્રી ચિરાગ ગેલા અને નાયબ મામલતદાર દાંતીવાડા શ્રીમતી મેઘા જોષી, બનાસકાંઠા D.E.O ઓફિસના શિક્ષણ નિરીક્ષક પિયુષભાઈ પટેલ, લાયઝન ઓફિસર કૃણાલભાઈ મકવાણા અને ચેતનભાઈ પટેલ , SVS કન્વીનર શ્રી કરશનભાઈ જરમોલ, ભોજનદાતા શ્રી મગનભાઈ પ્રજાપતિ, શ્રી ગઢ કેળવણી મંડળના પ્રમુખશ્રી ખોડીદાસ પટેલ -મંત્રીશ્રી રૂપસિંહભાઈ ચૌહાણ, કારોબારી-સલાહકાર સભ્યો...