ધી મેસેજ દૈનિક, પાલનપુર સોશ્યલ મીડિયા આવૃત્તિ તા. ૦૯.૧૦.૨૦૨૨
ગઢ પેથાણી વિદ્યાસંકુલ ખાતે શિક્ષણ મંત્રી કિર્તીસિંહ વાઘેલાના અધ્યક્ષસ્થાને તેજસ્વી તારલાઓનો સન્માન સમારોહ યોજાયો
ઠાકોર સમાજના યુવા આગેવાન સંજયભાઈ ઠાકોરનું વિજ્ઞાન પ્રવાહના નામકરણ માટે 30 લાખ રૂપિયાનું માતબર દાન આપવા બદલ મંત્રીશ્રી કિર્તીસિંહ વાઘેલા દ્વારા સન્માન કરાયું
ગઢ કેળવણી મંડળ સંચાલિત પેથાણી વિદ્યાસંકુલમાં શ્રી જોગજી ચેલાજી ઠાકોર સાયન્સ વિભાગના છેલ્લા પાંચ વર્ષના તેજસ્વી તારલાઓનો સન્માન કાર્યક્રમ શિક્ષણ રાજ્ય મંત્રીશ્રી કિર્તીસિંહ વાઘેલાના અધ્યસ્થાને યોજાયો હતો. જેમાં અગ્રણીશ્રી ગુમાનસિંહ ચૌહાણ અને શ્રી નંદાજી ઠાકોર, ઠાકોર સમાજના યુવા આગેવાન અને ગઢ સાયન્સ વિભાગના દાતા સંજયજી જોગાજી ઠાકોર, કરશનજી વાઘેલા, લેબજી ઠાકોર,પાલનપુર તાલુકા ભાજપના મહામંત્રી પ્રતાપજી ઠાકોર, ભાજપના આગેવાન રમેશભાઈ પટેલ, સુરેશજી ઠાકોર, રમેશભાઈ દેસાઈ, રામસિંહભાઈ, ઈશ્વરસિંહ ડેપ્યુટી સરપંચ મડાણા, પેથાણી વિદ્યાસંકુલના પ્રમુખ- મંત્રી કારોબારી સભ્યો શાળા પરિવાર અને મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા. આ પ્રસંગે દાતાશ્રી સંજયજી ઠાકોરે સાયન્સ વિભાગના નામકરણના અંદાજિત રૂપિયા ૩૦ લાખનું દાન આપેલ અને જરૂર પડે ફરીથી પણ દાન આપવાની જાહેરાત કરી હતી તેમજ સાયન્સ વિભાગની લેબોરેટરીની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને સંજયજી જોગાજી ઠાકોર દ્વારા લેબોરેટરી માટે પણ દાન આપવાની જાહેરાત કરવામાં આવી હતી. જે બદલ સમગ્ર ગઢ કેળવણી મંડળ દ્વારા તેમનું સન્માન કરવામાં આવ્યું હતું.
ટિપ્પણીઓ