ધી મેસેજ દૈનિક સોશ્યલ મીડિયા આવૃત્તિ તા. ૧૫.૧૦.૨૦૨૨

ગઢ વિસ્તારનું ગૌરવ...

ઠાકોર સમાજના યુવા આગેવાન અને પેથાણી વિદ્યાસંકુલ સંલગ્ન સાયન્સ વિભાગના દાતાશ્રી સંજય જે. ઠાકોરે પ્રયોગશાળા અને ભવન દાતા તરીકે રૂપિયા 15 લાખનું નવીન દાન જાહેર કર્યું


શ્રી ગઢ કેળવણી મંડળ, ગઢ દ્વારા દાતાશ્રીનું સન્માન કરાયું




શ્રી ગઢ કેળવણી મંડળ,ગઢ સંચાલિત પેથાણી વિદ્યાસંકુલ સંલગ્ન શ્રી જોગજીજી ચેલાજી ઠાકોર ઉચ્ચતર માધ્યમિક વિજ્ઞાન પ્રવાહ શાળાના દાતાશ્રી સંજય જે. ઠાકોર દ્વારા શાળાના નામકરણ પેટે પિતાશ્રી જોગજીજી ઠાકોરના નામે ₹ 31 લાખનું દાન આપવામાં આવ્યું હતું. જે માટે સંસ્થામાં થોડા સમય પહેલા માનનીય શિક્ષણમંત્રીશ્રી કીર્તિસિંહ વાઘેલા સાહેબના અધ્યક્ષ સ્થાને યોજાયેલ કાર્યક્રમમાં તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. તે સમયે દાનવીર સંજય જે. ઠાકોર દ્વારા નવીન દાન આપવાની જાહેરાત કરેલ તે અંતર્ગત મંડળના આંતરિક ઓડિટર અને આર.એમ.જી. બાજરીયા સેકન્ડરી ઈંગ્લીશ મીડીયમ સ્કૂલના દાતાશ્રી મગનભાઈ જી. બાજરીયા, સંસ્થાના પ્રમુખશ્રી ખોડીદાસ એ. પટેલ અને મંત્રીશ્રી રૂપસિંહભાઈ સી. ચૌહાણ દ્વારા દાતાશ્રીની શુભેચ્છા મુલાકાત કરેલ ત્યારે દાતાશ્રી સંજય જે. ઠાકોરે પ્રયોગશાળા પેટે પોતાની ધર્મપત્ની સંધ્યાબેન એસ. ઠાકોર અને ભવનદાતા પેટે માતુશ્રી બબુબેન જે. ઠાકોરના નામે ₹15 લાખની માતબર રકમનું દાન જાહેર કરી વીર ભામાશા જેવું કાર્ય કર્યું તે બદલ દાતાશ્રી સંજય જે. ઠાકોર અને તેમની સાથે આવેલ જીતુભાઈ જોષીનું સંસ્થાના પ્રમુખશ્રી, નિયામકશ્રી, આચાર્યશ્રી અને સ્ટાફમિત્રોની હાજરીમાં સન્માન કરવામાં આવ્યું હતું.

ટિપ્પણીઓ

ALSO READ

ધી મેસેજ દૈનિક સોશ્યલ મીડિયા આવૃત્તિ તા.૩૧.૦૧.૨૦૨૩

ધી મેસેજ દૈનિક સોશ્યલ મીડિયા આવૃત્તિ તા.૨૦.૨.૨૩

ધી મેસેજ દૈનિકનો ૨૪માં વર્ષમાં પ્રવેશ