પોસ્ટ્સ

ઑક્ટોબર, 2022 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

ધી મેસેજ દૈનિક સોશ્યલ મીડિયા આવૃત્તિ તા. ૧૫.૧૦.૨૦૨૨

છબી
ગઢ વિસ્તારનું ગૌરવ... ઠાકોર સમાજના યુવા આગેવાન અને પેથાણી વિદ્યાસંકુલ સંલગ્ન સાયન્સ વિભાગના દાતાશ્રી સંજય જે. ઠાકોરે પ્રયોગશાળા અને ભવન દાતા તરીકે રૂપિયા 15 લાખનું નવીન દાન જાહેર કર્યું શ્રી ગઢ કેળવણી મંડળ, ગઢ દ્વારા દાતાશ્રીનું સન્માન કરાયું શ્રી ગઢ કેળવણી મંડળ,ગઢ સંચાલિત પેથાણી વિદ્યાસંકુલ સંલગ્ન શ્રી જોગજીજી ચેલાજી ઠાકોર ઉચ્ચતર માધ્યમિક વિજ્ઞાન પ્રવાહ શાળાના દાતાશ્રી સંજય જે. ઠાકોર દ્વારા શાળાના નામકરણ પેટે પિતાશ્રી જોગજીજી ઠાકોરના નામે ₹ 31 લાખનું દાન આપવામાં આવ્યું હતું. જે માટે સંસ્થામાં થોડા સમય પહેલા માનનીય શિક્ષણમંત્રીશ્રી કીર્તિસિંહ વાઘેલા સાહેબના અધ્યક્ષ સ્થાને યોજાયેલ કાર્યક્રમમાં તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. તે સમયે દાનવીર સંજય જે. ઠાકોર દ્વારા નવીન દાન આપવાની જાહેરાત કરેલ તે અંતર્ગત મંડળના આંતરિક ઓડિટર અને આર.એમ.જી. બાજરીયા સેકન્ડરી ઈંગ્લીશ મીડીયમ સ્કૂલના દાતાશ્રી મગનભાઈ જી. બાજરીયા, સંસ્થાના પ્રમુખશ્રી ખોડીદાસ એ. પટેલ અને મંત્રીશ્રી રૂપસિંહભાઈ સી. ચૌહાણ દ્વારા દાતાશ્રીની શુભેચ્છા મુલાકાત કરેલ ત્યારે દાતાશ્રી સંજય જે. ...

ધી મેસેજ દૈનિક, પાલનપુર સોશ્યલ મીડિયા આવૃત્તિ તા. ૧૦.૧૦.૨૦૨૨

છબી
પાલનપુર નગરપાલિકાએ વરસાદ બાદ પડેલા ખાડા પુરવાની સાથે... ભૂગર્ભ ગટરની કામગીરી કરનાર કોન્ટ્રાક્ટરે તોડેલા રસ્તાઓનું સમારકામ તાકીદે કરાવવું જરૂરી                 (નગરપાલિકા દ્વારા તૂટેલા રસ્તા ઉપર આવી રીતે મેટલ પાથરીને અવારનવાર ઢાંકપિછોડો કરવામાં આવે છે) કોટ વિસ્તારમાં વોર્ડ નંબર ૪ સહિત અનેક વોર્ડમાં ભૂગર્ભ ગટરની કામગીરી દરમિયાન બે વર્ષ અગાઉ તોડેલા રસ્તા હજુ એવાને એવા તૂટેલા અને ખાડાવાળા છે પાલિકા પ્રમુખ અને ચીફ ઓફિસર આ વિસ્તારની રૂબરૂ મુલાકાત લઇ આ રસ્તાઓનું તાત્કાલિક અસરથી સમારકામ કરાવી લોકોની હાલાકી દૂર કરે તેવી માંગ પાલનપુર નગરપાલિકામાં પાલનપુર શહેરમાં વરસાદ બાદ પડેલા ખાડા પૂરવા માટે પાલનપુર નગરપાલિકામાં રૂપિયા એક કરોડની ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવી હોવાની વિગતો પ્રકાશમાં આવી છે ત્યારે પાલનપુર નગરપાલિકાના પ્રમુખ તેમજ ચીફ ઓફિસર દ્વારા આ કામગીરીની સાથે પાલનપુર શહેરના વોર્ડ નંબર ચાર સહિત અનેક વોર્ડમાં ભૂગર્ભ ગટરની કામગીરી દરમિયાન કોન્ટ્રાક્ટરે જે રસ્તા તોડીને રમણ ભમણ સ્થિતિમાં છોડી મૂક્યા છે એ ખાડાવાળા રસ્તાઓનું સમારકામ કરાવવામાં આવે તેવ...

ધી મેસેજ દૈનિક, પાલનપુર સોશ્યલ મીડિયા આવૃત્તિ તા. ૦૯.૧૦.૨૦૨૨

છબી
ગઢ પેથાણી વિદ્યાસંકુલ ખાતે શિક્ષણ મંત્રી કિર્તીસિંહ વાઘેલાના અધ્યક્ષસ્થાને તેજસ્વી તારલાઓનો સન્માન સમારોહ યોજાયો ઠાકોર સમાજના યુવા આગેવાન સંજયભાઈ ઠાકોરનું  વિજ્ઞાન પ્રવાહના નામકરણ માટે 30 લાખ રૂપિયાનું માતબર દાન આપવા બદલ મંત્રીશ્રી કિર્તીસિંહ વાઘેલા દ્વારા સન્માન કરાયું ગઢ કેળવણી મંડળ સંચાલિત પેથાણી વિદ્યાસંકુલમાં શ્રી જોગજી ચેલાજી ઠાકોર સાયન્સ વિભાગના છેલ્લા પાંચ વર્ષના તેજસ્વી તારલાઓનો સન્માન કાર્યક્રમ શિક્ષણ રાજ્ય મંત્રીશ્રી કિર્તીસિંહ વાઘેલાના અધ્યસ્થાને યોજાયો હતો. જેમાં અગ્રણીશ્રી ગુમાનસિંહ ચૌહાણ અને શ્રી નંદાજી ઠાકોર, ઠાકોર સમાજના યુવા આગેવાન અને ગઢ સાયન્સ વિભાગના દાતા સંજયજી જોગાજી ઠાકોર, કરશનજી વાઘેલા, લેબજી ઠાકોર,પાલનપુર તાલુકા ભાજપના મહામંત્રી પ્રતાપજી ઠાકોર, ભાજપના આગેવાન રમેશભાઈ પટેલ, સુરેશજી ઠાકોર, રમેશભાઈ દેસાઈ, રામસિંહભાઈ, ઈશ્વરસિંહ ડેપ્યુટી સરપંચ મડાણા, પેથાણી વિદ્યાસંકુલના પ્રમુખ- મંત્રી કારોબારી સભ્યો શાળા પરિવાર અને મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા. આ પ્રસંગે દાતાશ્રી સંજયજી ઠાકોરે સાયન્સ વિભાગના નામકરણના અંદ...

ધી મેસેજ દૈનિક, પાલનપુર સોશ્યલ મીડિયા આવૃત્તિ તા. ૦૫.૧૦.૨૦૨૨

છબી
લક્ષ્મીપુરામાં શ્રી ઉમિયા શક્તિ મંડળ દ્વારા બેટી બચાવો અભિયાન હેઠળ છેલ્લા ત્રણ વર્ષમાં જન્મેલી ૧૨૫ દીકરીઓનું સન્માન કરાયું દીકરીઓને ચાંદીના સિક્કા અને ઝાંઝર આપી દિકરી જન્મના વધામણાં કરાયા લક્ષ્મીપુરા ગામના વિક્રમભાઈ દલછાભાઈ પટેલે આજથી ૧૨ વર્ષ પહેલાં આ અભિયાનની શરૂઆત કરી હતી આજના આધુનિક યુગમાં મહિલાઓ દરેક સ્તરે પુરુષ સમોવડી બની સમાજના વિકાસ અને ઘડતરમાં મહત્વનો ફાળો આપી રહી છે. શિક્ષણ, રમત ગમત, કલા, સાહિત્ય, રાજકારણ જેવા ક્ષેત્રોથી આગળ વધી આજની ભણેલી ગણેલી યુવતીઓ આર્મી, નેવી, એરફોર્સ જેવા પુરુષ આધિપત્ય વાળા ક્ષેત્રોમાં પણ પોતાનું પ્રદાન આપી દેશ સેવા સાથે મહિલા સશક્તિકરણ અને નારી ગૌરવની પ્રેરણાદાયી કથાઓ દ્વારા સમાજને નવી રાહ ચીંધી રહી છે. આમ છતાં આજે પણ આધુનિક સભ્યતા ધરાવતા સમાજ અને શહેરોમાં પણ દીકરી જન્મને અપશુકન માની તેમની ભ્રુણમાં જ હત્યા કરી દેવામાં આવે છે. આજની ૨૧ મી સદીમાં પણ રૂઢિગત માન્યતાઓ અને અંધશ્રદ્ધાને કારણે દીકરીઓને માતાના ગર્ભમાં જ જીવવાનો અધિકાર છીનવી લેવામાં આવે છે. સમાજની આવી માનસિકતા સામે લડવાના મક્કમ મનોબળ અને સામાજિક ચેતનાના નિર્ધાર ...

ધી મેસેજ દૈનિક, પાલનપુર સોશ્યલ મીડિયા આવૃત્તિ તા. ૦૪.૧૦.૨૦૨૨

છબી
પાલનપુર શહેરમાં નવી અંડરલાઇન વીજ લાઇન નાખી શહેરને વીજળીના થાંભલાઓથી મુક્ત કરાશે ડિસેમ્બર-૨૦૨૨ના અંત સુધીમાં તમામ ખેડુતોને ખેતી વિષયક વીજ કનેક્શન આપી દેવાશે પાલનપુર ખાતે ખાતે કૃષિ, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગના રાજ્ય મંત્રીશ્રી મુકેશભાઇ પટેલના અધ્યક્ષસ્થાને UGVCLને લગતા પ્રશ્નોના નિરાકરણ માટે અધિકારી અને પદાધિકારીઓની બેઠક યોજાઇ હતી. જેમાં સંસદ સભ્યશ્રી પરબતભાઇ પટેલ અને શ્રી દિનેશભાઇ અનવાડીયા તથા ધારાસભ્યશ્રીઓ અને પદાધિકારીઓ દ્વારા પુછવામાં આવેલા UGVCL ને લગતા પ્રશ્નોની ચર્ચા કરવામાં આવી હતી. આ પ્રસંગે મંત્રીશ્રી મુકેશભાઇ પટેલે પાલનપુર શહેર માટે મહત્વની જાહેરાત કરતા જણાવ્યું કે, આગામી તા. ૯ ઓક્ટોબર-૨૦૨૨ ના રોજ આપણા દેશના આદરણીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી પાલનપુર શહેરને નવી ભેટ આપવાના છે. ઉત્તર ગુજરાત વીજ કંપની લિ. દ્વારા રૂ. ૨૫ કરોડના ખર્ચથી પાલનપુર શહેરમાં નવી અંડરલાઇન વીજ લાઇન નાખી શહેરને વીજળીના થાંભલાઓથી મુક્ત કરાશે. તેમણે ઉમેર્યુ કે, ભારે વરસાદ કે પૂરની સીઝનમાં UGVCL ના કર્મચારીઓ પોતાની જાન ની પરવા કર્યા વિના જીવ ના જોખમે પાણીમાં ઉતરી થાંભલા પર ચડી કામ...

ધી મેસેજ દૈનિક, પાલનપુર સોશ્યલ મીડિયા આવૃત્તિ તા. ૦૩.૧૦.૨૦૨૨

છબી
પગપાળા હજ યાત્રી શિહાબને વિઝા આપવાનો પાકિસ્તાનનો ઇનકાર લુધિયાણા જુમ્મા મસ્જિદના શાહી ઈમામે પ્રેસ કોન્ફરન્સ કરી પાકિસ્તાન સરકાર સામે આક્રોશ વ્યક્ત કર્યો   કેરળથી મક્કા સુધી પગપાળા હજ માટે જઈ રહેલા શિહાબ ચિત્તૂરને પાકિસ્તાન સરકારે તેમના દેશમાંથી પસાર થવાની પરવાનગી નકારી દીધી છે, એવું લુધિયાણા જુમ્મા મસ્જિદના શાહી ઈમામ મૌલાના મુહમ્મદ ઉસ્માન રહેમાની લુધિયાનવીએ રવિવારે મજલિસ અહરાર ઈસ્લામના મુખ્યાલયમાં જણાવ્યું હતું. શાહી ઈમામ મૌલાના ઉસ્માન લુધિયાનવીએ કહ્યું કે, શિહાબ ચિત્તૂર આ દિવસોમાં પંજાબમાંથી પસાર થઈ રહ્યા હતા, તેથી તેઓ ઘણી વખત તેમને મળ્યા હતા. દરમિયાન દિલ્હી સ્થિત પાકિસ્તાની દૂતાવાસે પગપાળા હજ યાત્રી શિહાબ ચિત્તૂર સાથે છેતરપિંડી કરી હોવાનું સામે આવ્યું છે.  દિલ્હીમાં પાકિસ્તાનના દૂતાવાસે પહેલા શિહાબ ચિત્તુરને ખાતરી આપી હતી કે, તમે પગપાળા હજ યાત્રા શરૂ કરી દો, જ્યારે તમે ભારત-પાકિસ્તાન સરહદની નજીક પહોંચશો ત્યારે તમને પાકિસ્તાનના વિઝા આપવામાં આવશે, એ વખતે પાકિસ્તાની દૂતાવાસે એવો તર્ક રજૂ કર્યો હતો કે, અગાઉથી વિઝા આપી દઈશું તો તેની મુદ્દત વહેલી પૂરી થઈ જશે. જેથી શિહાબ ચિત્તૂરને બ...

ધી મેસેજ દૈનિક, પાલનપુર સોશ્યલ મીડિયા આવૃત્તિ તા. ૦૨.૧૦.૨૦૨૨

છબી
બનાસ ડેરી આધુનિકરણના માર્ગે: છાણ ઉપાડવા રોબોટ અને દૂધ ભરાવવા ડ્રોન ટેકનોલોજી અપનાવશે બનાસ ડેરી બની વિશ્વની પ્રથમ ઈ-ડેરી, કાગળ છોડીને તમામ કામગીરી કમ્પ્યુટર ઉપર કરાઈ બનાસ ડેરી એમ્બ્રિયો ટ્રાન્સફર ટેકનોલોજી થકી ૫૦ થી ૬૦ લીટર દૂધ આપતી કાંકરેજ ગાયની સંતતિ પેદા કરશે બનાસ ડેરી અને ગુજરાત કોઓપરેટીવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન દ્વારા થરાદ તાલુકાના મોટામેસરા ગામે ચેરમેન શંકરભાઈ ચૌધરીની ઉપસ્થિતિમાં દૂધ દિન અને મહિલા જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, ચેરમેનશ્રીએ પશુપાલકોના હિતને ધ્યાનમાં રાખીને બનાસ ડેરીના ભવિષ્યના પ્લાનિંગ અંગે જણાવ્યું હતું. થરાદ તાલુકાના અલગ અલગ ગામોમાંથી વિશાળ સંખ્યામાં પશુપાલક મહિલાઓ અને ખેડૂતોએ હાજરી આપી હતી. તાજેતરમાં બનાસકાંઠાના અલગ અલગ તાલુકામાં બનાસ ડેરી દ્વારા દૂધ દિન અને મહિલા જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જેમાં પશુપાલન, ખેતી અને ડેરીને લગતા અલગ અલગ વિષયો પર સવિસ્તાર ચર્ચા કરીને જાગૃતિ ફેલવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. મોટામેસરા ગામે આયોજિત કાર્યક્રમમાં ચેરમેન શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે વિશ્વમાં બનાસ ડેરી જ એક માત્ર પ્...

ધી મેસેજ દૈનિક, પાલનપુર સોશ્યલ મીડિયા આવૃત્તિ તા. ૦૧.૧૦.૨૦૨૨

છબી
સુપ્રસિદ્ધ શક્તિપીઠ અંબાજીની ધરા પરથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અવિરત વિકાસકાર્યોની ધજા લહેરાવી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તારંગા હિલ-અંબાજી-આબુ રેલવે લાઈનનું ખાતમુહૂર્ત તેમજ ૮૬૩૩ આવાસોનું ખાતમુહૂર્ત અને ૫૩૧૭૨ આવાસોનું લોકાર્પણ કરાવ્યું દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આજે સુપ્રસિદ્ધ શક્તિપીઠ અંબાજીની ધરા પરથી અવિરત વિકાસકાર્યોની ધજા લહેરાવી હતી. શ્રી મોદીએ કેન્દ્ર સરકારના રૂ.૪૭૩૧ કરોડ તેમજ રાજ્ય સરકારના રૂ.૨૧૭૭ કરોડ મળી કુલ રૂ.૬૯૦૯ કરોડના વિવિધ પ્રકલ્પોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરીને રાજ્યના નાગરિકો ઉપર વિકાસ કાર્યોની ભેટ વરસાવી હતી. જેમાં જનસુવિધાલક્ષી મહત્વપૂર્ણ પ્રોજેક્ટ એવા તારંગા હિલ-અંબાજી-આબુ રેલવે લાઈનનું ખાતમુહૂર્ત તેમજ ૮૬૩૩ આવાસોનું ખાતમુહૂર્ત અને ૫૩૧૭૨ આવાસોના લોકાર્પણનો પણ સમાવેશ થાય છે. બનાસકાંઠાની વિકાસયાત્રાનું વિઝન રજૂ કરતા શ્રી મોદીએ કહ્યું કે, છેલ્લા બે દાયકાના સતત પ્રયાસોને કારણે બનાસકાંઠાનું ચિત્ર ખૂબ બદલાયું છે. આ પરિસ્થિતિ બદલવામાં નર્મદાના નીર, સુજલામ-સુફલામ અને ટપક સિંચાઈએ મોટી ભૂમિકા ભજવી છે. એટલું જ નહિ, આગામી સમયમાં...