ધી મેસેજ દૈનિક સોશ્યલ મીડિયા આવૃત્તિ
ચાહકોને હસાવનારા રાજુ શ્રીવાસ્તવ આખરે ચાહકોને રડાવી ગયા...
પોતાની કોમેડીથી દુનિયામાં ધૂમ મચાવનાર રાજુ શ્રીવાસ્તવ હવે આપણી વચ્ચે નથી. દિલ્હીની AIIMSમાં 42 દિવસ સુધી જીવન સામે લડ્યા બાદ 21 સપ્ટેમ્બર બુધવારે સવારે 58 વર્ષની વયે તેમનું અવસાન થયું. રાજુ શ્રીવાસ્તવને 10 ઓગસ્ટના રોજ કાર્ડિયાક અરેસ્ટ બાદ AIIMSમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યારથી તેઓ કોમામાં હતા અને ICUમાં વેન્ટિલેટર પર હતા. જો કે, તેમના શરીરમાં ઘણી વખત હલનચલન થઈ હતી, પરંતુ તે ભાનમાં આવી શક્યા ન હતા. રાજુ શ્રીવાસ્તવના નિધનના સમાચારથી ઈન્ડસ્ટ્રી અને તેના ચાહકો વચ્ચે શોકનું વાતાવરણ સર્જાયું છે. આ સમયે રાજુ શ્રીવાસ્તવના પરિવારમાં શોકનો માહોલ છે. દરરોજ, દરેક ક્ષણ, દરેકને આશા હતી કે એક દિવસ રાજુ શ્રીવાસ્તવ તેમની આંખો ખોલશે, ચેતના આવશે અને ગજોધર બનીને ફરીથી બધાને હસાવશે. પરંતુ આ થઈ શક્યું નહીં. આખરે બુધવારે ડોક્ટરોએ પરિવારને જવાબ આપતા કહ્યું કે તેમના મગજમાં ઓક્સિજન પહોંચી રહ્યો નથી. તેમના નિધનના સમાચાર આવતા જ વડાપ્રધાન મોદી સહિતના મહાનુભાવો અને ફિલ્મ ઇન્ડસ્ટ્રીના કલાકારોએ દુઃખ વ્યક્ત કરી શ્રધ્ધાંજલિ આપી હતી
ટિપ્પણીઓ