ધી મેસેજ દૈનિક સોશ્યલ મીડિયા આવૃત્તિ

અમીરગઢ પોલીસ મથકના નવનિયુક્ત પીઆઈ એમ. આર. બારડ દ્વારા ઈકબાલગઢની શુભેચ્છા મુલાકાત


અમીરગઢ તાલુકાના પોલીસ સ્ટેશનમાં નવનિયુક્ત PI એમ. આર. બારડનું પોસ્ટિંગ થતા  ઈકબાલગઢની અગ્રસેન ધર્મશાળા ખાતે શુભેચ્છા મુલાકાત તેમજ ચૂંટણીલક્ષી મિટિંગ નું આયોજન કરવામાં આવેલ. જેમાં PI દ્વારા જણાવવામાં આવ્યું કે પોલીસ સમયસર પ્રજા લક્ષી કામગીરી કરતી હોઈ છે. અને હંમેશા પ્રજાના પ્રશ્નો સાંભળી તેમને ન્યાય અપાવવાની કોશિશ કરતી હોય છે.

પ્રજા દ્વારા પણ પોલીસને સાથે સહકાર આપવામાં આવે તેવી આશા રહેલ છે. જયારે ગ્રામજનો દ્વારા ઈકબાલગઢ બજારમાં ટ્રાફિકને લગતી સમસ્યાઓનું નિરાકરણ કરવામાં આવે તેવી રજુઆતો કરવામાં આવી હતી. આ પ્રસંગે PI એમ. આર. બારડ દ્વારા આવનાર ચૂંટણીમાં લગતી બાબતોની પણ ચર્ચા કરવામાં આવી હતી.

આ કાર્યક્રમમાં ઈકબાલગઢ પંચાયતના સરપંચ તેમજ અમીરગઢ ભાજપ તાલુકાના પ્રમુખ પ્રવીણભાઈ પ્રજાપતિ, APMC ચેરમેન મોતીભાઈ દેસાઈ, ઈકબાલગઢ પંચાયત ડે. સરપંચ સાબિરભાઈ શેખ. કિરણસિંહ, પ્રભુદયાલ અગ્રવાલ,  અમીરગઢ તાલુકાના ભાજપ મહામંત્રી ભગવાનજી ઠાકોર, શક્તિ કેન્દ્ર પ્રમુખ પોપટજી ઠાકોર, સદીક ભાઈ સિંધી તેમજ નામી અનામી ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. 

ટિપ્પણીઓ

ALSO READ

ધી મેસેજ દૈનિક સોશ્યલ મીડિયા આવૃત્તિ તા.૩૧.૦૧.૨૦૨૩

ધી મેસેજ દૈનિક સોશ્યલ મીડિયા આવૃત્તિ તા.૨૦.૨.૨૩

ધી મેસેજ દૈનિકનો ૨૪માં વર્ષમાં પ્રવેશ