ધી મેસેજ દૈનિક, પાલનપુર સોશ્યલ મીડિયા આવૃત્તિ તા. ૨૬.૦૯.૨૦૨૨

વડાપ્રધાન મોદીની મુલાકાતને અનુલક્ષી મુખ્યમંત્રીશ્રીએ અંબાજીની મુલાકાત લીધી



મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અંબાજી મંદિરમાં દર્શન કરી વડાપ્રધાનશ્રીના કાર્યક્રમ સંદર્ભે ગબ્બર અને સભાસ્થળનું નિરીક્ષણ કર્યું

પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી આગામી 30 સપ્ટેમ્બરના રોજ બનાસકાંઠા જિલ્લાના અંબાજી ખાતે વિવિધ વિકાસકાર્યોના ખાતમુહૂર્ત - લોકાર્પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાના છે.જેને અનુલક્ષીને મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આજે અંબાજી ખાતે મંદિરમાં દર્શન કરી, કાર્યક્રમની તૈયારીઓની સમીક્ષા કરી હતી. મુખ્યમંત્રીશ્રીએ વહીવટીતંત્રના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી કાર્યક્રમની તૈયારીઓ અંગે વિગતો મેળવી જરૂરી સૂચનો કર્યા હતા. મુખ્યમંત્રીશ્રીએ વડાપ્રધાનશ્રીના કાર્યક્રમ સંદર્ભે ગબ્બર લાઇટ એન્ડ સાઉન્ડ શો અને હડાદ રોડ પર ચીખલા ખાતે યોજાનાર સભાસ્થળનું નિરીક્ષણ કર્યુ હતું.

આ પ્રસંગે શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન કમ બનાસકાંઠા કલેક્ટરશ્રી આનંદ પટેલે વડાપ્રધાનશ્રીના કાર્યક્રમ અંગે મુખ્યમંત્રીશ્રીને વિગતવાર માહિતી આપી હતી.

મુખ્યમંત્રીશ્રીની મુલાકાત પ્રસંગે જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી ગજેન્દ્રસિંહ પરમાર તથા કીર્તિસિંહ વાઘેલા, સાંસદ શ્રી પરબતભાઈ પટેલ અને દિનેશભાઈ આનાવાડીયા, ધારાસભ્યશ્રી શશીકાંતભાઇ પંડ્યા, પૂર્વ કેન્દ્રીય મંત્રીશ્રી હરીભાઈ ચાૈધરી, અગ્રણીશ્રી ગુમાનસિંહ ચાૈહાણ, મુખ્ય સચિવશ્રી પંકજ કુમાર, મુખ્યમંત્રીશ્રીના અધિક મુખ્ય સચિવ પંકજ જોષી, પ્રવાસન સચિવશ્રી હારિત શુક્લા, વિકાસ કમિશનરશ્રી સંદીપ કુમાર, સામાન્ય વહીવટ વિભાગના સચિવશ્રી રાકેશ શંકર, જિલ્લા વિકાસ અધિકારીશ્રી સ્વપ્નિલ ખરે, પોલીસ અધિક્ષકશ્રી અક્ષયરાજ મકવાણા સહિત અન્ય ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

ટિપ્પણીઓ

ALSO READ

ધી મેસેજ દૈનિક સોશ્યલ મીડિયા આવૃત્તિ તા.૩૧.૦૧.૨૦૨૩

ધી મેસેજ દૈનિક સોશ્યલ મીડિયા આવૃત્તિ તા.૨૦.૨.૨૩

ધી મેસેજ દૈનિકનો ૨૪માં વર્ષમાં પ્રવેશ