ધી મેસેજ દૈનિક, પાલનપુર સોશ્યલ મીડિયા આવૃત્તિ તા. ૩૦.૦૯.૨૦૨૨
વડાપ્રધાનશ્રીને આવકારવા યાત્રાધામ અંબાજીએ નવા કલેવર ધારણ કર્યાઃ શક્તિપીઠ સર્કલથી ગબ્બર સુધી રંગબેરંગી રોશનીથી સર્જાયો અદ્દભૂત નજારો અંબાજીમાં ઉજવણીનો માહોલઃ અંબાજી ગબ્બર રોડ પર કલાત્મક શિલ્પો ગોઠવી સુંદર રોશનીની સજાવટથી અંબાજી નયનરમ્ય બન્યું વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી તા. ૩૦ સપ્ટેમ્બર, શુક્રવારના રોજ બનાસકાંઠા જિલ્લાના પ્રસિધ્ધ યાત્રાધામ અંબાજી ખાતે પધારી વિવિધ વિકાસકાર્યોના ખાતમુહૂર્ત- લોકાર્પણ કરવાના છે ત્યારે વડાપ્રધાનશ્રીને આવકારવા યાત્રાધામ અંબાજીએ નવા કલેવર ધારણ કર્યા છે. અંબાજી શક્તિપીઠ સર્કલથી ગબ્બર મહાઆરતીમાં જવાના રસ્તા પર રંગબેરંગી રોશનીથી અદ્દભૂત નજારો સર્જાયો છે. હાલ આદ્યશક્તિ મા અંબા ની આરાધનાનું નવરાત્રિ પર્વ ચાલી રહ્યું છે ત્યારે શક્તિના ઉપાસક વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી મા અંબા ના દર્શન પણ કરવાના છે. મા અંબાના દર્શન કરી વડાપ્રધાનશ્રી ગબ્બર પર્વત ખાતે યોજાનાર મહાઆરતીમાં ભાગ લેવાના છે ત્યારે અંબાજીમાં ઉજવણીનો માહોલ સર્જાયો છે. અંબાજી ગબ્બર રોડ પર શિલ્પોત્સવ દરમ્યાન સાપ્તિેના શિલ્પકારો દ્વારા તૈયાર કરવામાં આવેલ કલાત્મક શિલ્...