ધી મેસેજ દૈનિક, પાલનપુર સોશ્યલ મીડિયા આવૃત્તિ તા. ૨૫.૦૮.૨૦૨૨

દાંતીવાડા ડેમ પૂર્ણ સપાટીએ ભરાતાં ડેમના ચાર દરવાજા ખોલી બનાસ નદીમાં પાણી છોડાયું
ડેમ સાઈટ ઉપર હજારોની સંખ્યામાં લોકો ઉમટ્યાં
બનાસકાંઠાના ઉપરવાસ રાજસ્થાનમાં થયેલા ભારે વરસાદને કારણે બનાસકાંઠા જિલ્લાના મુખ્ય ડેમ દાંતીવાડામાં પાણીની વિપુલ આવક નોંધાતાં ડેમ છલોછલ ભરાતાં જિલ્લાના લોકોમાં આનંદની લાગણી ફેલાઈ હતી. દરમિયાન બુધવારે દાંતીવાડા ડેમમાં ૩૨૪૦૫ ક્યુસેક પાણીની આવક થતાં ડેમની સપાટી ૬૦૦.૮૦ ફૂટે પહોંચતા ડેમના અધિકારીઓ દ્વારા બુધવારે બપોર બાદ એક પછી એક એમ ડેમના ૪ દરવાજા ખોલી ૨૫ હજાર ક્યુસેકથી વધુ પાણી નદીમાં છોડવામાં આવ્યું હતું. ડેમના દરવાજા ખોલતા અગાઉ તંત્ર દ્વારા સાયરન વગાડી કાંઠા વિસ્તારના લોકોને હાઇએલર્ટ અપાયું હતું અને ડેમનું  પાણી ડીસા તરફની બનાસ નદીમાં છોડવામાં આવ્યું હતું. બનાસ નદીમાં દાંતીવાડા ડેમનું પાણી છોડવામાં આવશે એવી વાતો સવારથી વહેતી થતાં ડેમ ઉપર હજારોની સંખ્યામાં લોકો ઉમટ્યાં હતા  અને આનંદની લાગણી વ્યક્ત કરી હતી.
____________________________________________

PM Kisan યોજનાના આગામી હપ્તા માટે લાભાર્થીઓના બેન્ક ખાતા સાથે આધાર સિડિંગ કરાવવું ફરજીયાત એ માટે e-kyc કરાવવું જરૂરી

(માહિતી બ્યુરો, પાલનપુર)
          બનાસકાંઠા જિલ્લાના તમામ ખેડૂતોને જણાવવાનું કે, પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અન્વયે ખેડૂત ખાતેદારને રૂ. ૨૦૦૦ ના ૩ (ત્રણ) વાર્ષિક સમાન હપ્તાધ મળી કુલ વાર્ષિક ૬૦૦૦ ચૂકવવાની યોજના વર્ષ ૧-૧-૨૦૧૯ થી અમલમાં છે. આ યોજના અંતર્ગત સરકારશ્રીની નવીન ગાઇડલાઇન મુજબ ૧૧ માં હપ્તાની સહાય મેળવવા માટે દરેક લાભાર્થી ખેડૂતે આધાર e-kyc કરાવવા તથા pm kisan યોજનાના આગામી હપ્તા  માટે લાભાર્થીઓના બેન્ક ખાતા સાથે આધાર સિડિંગ કરાવવું ફરજીયાત છે. જે ખેડૂત લાભાર્થીનું e- kyc થયેલ નહીં હોય તેમના બાકીના હપ્તા જમા થશે નહીં. લાભાર્થી ખેડૂતો મિત્રોએ ૧૧ મો હપ્તોk તેમજ બાકીના હપ્તા સમયસર બેન્ક ખાતામાં જમા થાય તે માટે નજીકના કોમન સર્વિસ સેન્ટર (CSC) સેન્ટર ખાતે e-kyc કરાવવા જણાવવામાં આવે છે. 
            આ સિવાય પણ e-kyc માટે એમ. કિસાન પોર્ટલ પર “ekyc” કરવા માટે મોબાઇલમાં http://pmkisan.gov.in પોર્ટલ પર Framer Corner માં આપેલ ઓપ્શન "ekyc" પર ક્લિક કરી લાભાર્થીએ પોતાનો આધાર નંબર અને મોબાઇલ નંબર દાખલ કરી Get Mobail OTP પર ક્લિક કરવાનું થાય છે. ત્યાર બાદ મોબાઈલ OTP દાખલ કરી Get Adhar OTP પર ક્લિક કરવું જેથી, આધારકાર્ડ સાથે જે મોબાઇલ લિન્ક હશે તે નંબર પર “Aadhar OTP આવશે. Aadhar Registered Mobile OTP દાખલ કરી “Submit for Auth" બટન પર ક્લિક કરતાં e-KYC is Successfully Submitted “ડિસ્પ્લે થાય ત્યારે પ્રોસેસ પૂર્ણ થશે. આ સિવાય ગામમાં ગ્રામ્ય કક્ષાએ “e-gram (ઇ-ગ્રામ) કેન્દ્ર” માં જઈને પણ લાભાર્થી e-kyc કરાવી શકશે. વધુમાં લાભાર્થી જાતે જ મોબાઇલ પર “e-kyc” કરી શકશે. પરંતુ ખેડૂતે આ માટે ઇ.ગ્રામ કેન્દ્ર પર રૂ. ૧૫ /- ફી ચૂકવાવની રહેશે. આ યોજના તાલુકા કક્ષાએ તાલુકા પંચાયત ખાતે તાલુકા વિકાસ અધિકારીશ્રી દ્વારા અમલીકૃત હોઇ આ યોજના સબંધિત કોઇ પ્રશ્ન ઉપસ્થિત થાય તો તાલુકા પંચાયત કચેરીએ TLE નો સંપર્ક કરવો તેમ જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી, જિલ્લા પંચાયત બનાસકાંઠાની અખબારી યાદીમાં જણાવ્યું છે.
____________________________________________

દિવ્યાંગ વ્યક્તિઓના પ્રશ્નોના નિરાકરણ માટે પાલનપુર ખાતે મોબાઇલ કોર્ટનું આયોજન

(માહિતી બ્યુરો, પાલનપુર)
           દિવ્યાંગ વ્યક્તિઓ માટેના કમિશ્નરશ્રી, ગાંધીનગર દ્વારા દિવ્યાંગ વ્યક્તિઓના પ્રશ્નોના નિરાકરણ માટે મોબાઇલ કોર્ટનુ આયોજન કલેકટરશ્રીની કચેરી, પાલનપુર ખાતે તા.૨૬/૦૮/૨૦૨૨ ના રોજ સવારે-૧૦:૩૦ કલાકે શ્રી વી.જે.રાજપૂત (IAS) દિવ્યાંગ વ્યક્તિઓ માટેના કમિશ્નરશ્રી, ગાંધીનગર તેમજ નાયબ કમિશ્નરશ્રી તથા અન્ય અધિકારીશ્રીઓની ઉપસ્થિતમાં કરવામાં આવશે. 
           આ મોબાઇલ કોર્ટમા બનાસકાંઠા જિલ્લાના દિવ્યાંગજનોને પડતી વિવિધ મુશ્કેલીઓ, યોજનાકીય લાભો તથા વિવિધ જરૂરીયાતો બાબત નામ. કોર્ટશ્રી સમક્ષ આવેલ રજુઆતો તથા પ્રશ્નો બાબતે સ્થળ પર જ નિરાકરણની કામગીરી તથા દિવ્યાંગજનોને સ્થળ પર જ ડીસએબીલીટી પ્રમાણપત્ર ઉપલબ્ધ કરાવવા અને વિવિધ યોજનાકીય સહાય/ સ્વરોજગારી લોન માટેની જાણકારીની કામગીરી કરવામાં આવનાર છે તેમ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી, પાલનપુર જિ.બનાસકાંઠાની અખબારી યાદીમાં જણાવ્યું છે.
____________________________________________

વડગામ તાલુકાના નવી સેધણી ગામમાં વૃક્ષારોપણ કરાયું

વડગામ તાલુકાના નવી સેધણી ગામમાં બનાસ ડેરી અને દૂધ ઉત્પાદક મંડળીના સહયોગથી ૩૦૦ જેટલા વૃક્ષો રોપીને એક ઉપવન તૈયાર કરવામાં આવ્યું છે ત્યારે ગામના અગ્રણી મનુભાઈએ એક વૃક્ષનું મહત્વ જણાવ્યું હતું કે,  એક વૃક્ષ કાપવાથી ૫.૩ લાખનો પ્રાણ વાયુ નાશ પામે છે. વડગામ તાલુકાના નવી સેંધણી બનાસ ડેરીના તેમજ નવી છે ઘણી દુધ ઉત્પાદક મંડળીના સહયોગથી ૩૦૦ કરતો વધુ વૃક્ષો વાવી એક ઉપવન તૈયાર કરવામાં આવ્યું હતું આ ઉપવન તૈયાર કરવા માટે બનાસ ડેરીના જોનલ અધિકારી ચૌધરી ધમશીભાઈ, વેટરનરી વિભાગના વડા ડોક્ટર હરિભાઈ ચૌધરી,વડગામ વિસ્તરણ અધિકારી આશિષભાઈ ચૌધરી, અને પીટી યોજના અધિકારી આશિષભાઈ તેમજ અન્ય અધિકારીઓના સહયોગથી નવી સેધણી ગામમાં ૩૦૦ કરતાં વધુ વૃક્ષો વાવવા માટે બનાસ ડેરીએ પહેલ બતાવી હતી.  જેના માટે નવી સેધણી દૂધ ઉત્પાદક મંડળીના ચેરમેન હેમરાજભાઈ, મંત્રી ગોવિંદભાઈ, મનુભાઈ તેમજ ગામના આગેવાનો મૂળજીભાઈ, હરિભાઈ, દેસાઈ ધમશીભાઈ, નાયી કનુભાઈ તથા ગામ અગ્રણીઓએ પણ પહેલ બતાવી હતી. જેને લઇ બનાસ ડેરી અને નવી સેધણીના  ઉપક્રમે ગામમાં 300 કરતાં વધુ વૃક્ષો આવી એક ઉપવન તૈયાર કરવામાં આવ્યું છે.  ગામના  અગ્રણી મનુભાઈએ એક વૃક્ષ વાવો અને બીજું વૃક્ષ કાપવું તે અંગેની માહિતી આપતા જણાવ્યું હતું કે એક વૃક્ષ કાપવાથી કેટલું નુકસાન થાય છે તો ૫.૩ લાખ પ્રાણ વાયુનો નાશ થાય છે. ૬.૪ લાખની  જમીનમાંથી ફળદ્રુપતા નાશ પામે છે. ૧૦.૫ લાખ વાતાવરણની શુદ્ધતા નાશ પામે છે. ૫.૩ લાખ પશુ પક્ષીઓનો આશરો અને ફળ ફૂલનું નુકસાન થાય છે.  આ રીતે જો ગણવામાં આવે તો આશરે ૩૩ લાખનું નુકસાન એક વૃક્ષ કાપવાથી થાય છે તો વૃક્ષ એક પરોપકારી વસ્તુ હોવાથી આવતી પેઢી માટે વૃક્ષોનો ઉછેર કરી જતન કરી અને પ્રાણ વાયુ મેળવવા માટે મનુભાઈએ અને બનાસ ડેરીના અધિકારીઓએ પણ અપીલ કરી હતી.

ટિપ્પણીઓ

ALSO READ

ધી મેસેજ દૈનિક સોશ્યલ મીડિયા આવૃત્તિ તા.૩૧.૦૧.૨૦૨૩

ધી મેસેજ દૈનિક સોશ્યલ મીડિયા આવૃત્તિ તા.૨૦.૨.૨૩

ધી મેસેજ દૈનિકનો ૨૪માં વર્ષમાં પ્રવેશ