ધી મેસેજ દૈનિક, પાલનપુર સોશ્યલ મીડિયા આવૃત્તિ તા. ૨૩.૦૮.૨૦૨૨
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતના શહીદ જવાનોના આશ્રિતોને સરકાર દ્વારા મુખ્યમંત્રીશ્રીના જવાન રાહત ભંડોળમાંથી ચૂકવવામાં આવતી વિવિધ સહાયમાં માતબર વધારો કરવાનો નિર્ણય કર્યો
• ગૃહ રાજય મંત્રીશ્રી હર્ષ સંઘવીએ મુખ્યમંત્રીશ્રીએ કરેલા આ નિર્ણયની વિગતો આપતા વધુમાં જણાવ્યું છે કે શહીદ થનારા જવાનોના કુટુંબિજનોને આ રાહત અને ગેલેન્ટરી એવોર્ડમાં વધારા સિવાય બાકીની અન્ય માંગણી અંગે એક ઉચ્ચ કક્ષાની સચિવશ્રીઓની કમિટિ વિચારણા કરશે અને તેનો અહેવાલ રાજય સરકારને આપશે તેવા આદેશો કરવામાં આવ્યા છે.
• પ્રસંગોપાત હાલ માજી સૈનિકોને રાજય સરકારની નોકરીઓમાં જે અનામત આપવામાં આવે છે તે મુજબ વર્ગ-૧ અને ૨ માટે ૧ ટકા, વર્ગ-૩ માટે ૧૦ ટકા અને વર્ગ-૪ માટે ૨૦ ટકા અપાય છે.
• જમીનની માંગણીને સંબંધ છે ત્યાં સુધી માજી સૈનિકોને તેમના કુટુંબનો જીવન નિર્વાહ ચલાવી શકે તે માટે ૧૬ એકર જમીન સાંથણીથી આપવામાં આવે છે તેની વિગતો પણ ગૃહ રાજય મંત્રીશ્રીએ આપી હતી.
મુખ્યમંત્રીશ્રીએ જાહેર કરેલા સહાય વધારાની વિગતો આ સાથે સામેલ છે.
આયુર્વેદ હોસ્પિટલ, વડગામ ખાતે “સુવર્ણપ્રાશનનાં ટીપાં” પીવડાવવાનો કાર્યક્રમ યોજાશે
(માહિતી બ્યૂરો, પાલનપુર)
તા.૨૫ ઓગસ્ટ-૨૦૨૨ ના ગુરુવારના રોજ પુષ્પનક્ષત્રના દિવસે જન્મથી ૧૨ વર્ષની ઉંમર સુધીના બાળકોના શારીરિક તથા માનસિક વિકાસ અર્થે અતિ ઉત્તમ એવા સુવર્ણપ્રાશનનાં ટીપાં નિ:શુલ્ક સવારે ૦૯:૦૦ થી ૧૨:૦૦ સુધી પીવડાવવામાં આવશે.
સુવર્ણપ્રાશનના ફાયદાઓ:-
સુવર્ણપ્રાશન મેધા (બુધ્ધિ), અગ્નિ અને બળ વધારવાવાળું છે. તે આયુષ્ય આપવાવાળુ, કલ્યાણકારક, પુણ્યકારક, વૃષ્ય (શરીર સુદ્રઢ કરનાર), વર્ણ્ય (શરીરના વર્ણને ઉજળો કરનાર) તથા ગ્રહબાધાને દૂર કરવાવાળુ છે. સુવર્ણપ્રાશનથી બાળકનું રોગોથી રક્ષણ થાય છે અને તે છ માસમાં શ્રુતધર (સાંભળેલી વાતને યાદ રાખવાવાળું) બને છે. અર્થાત તેની સ્મરણશકિત ખુબ જ વધે છે તેમ વૈદ્યપંચકર્મ વર્ગ -૧, સરકારી આયુર્વેદ હોસ્પિટલ, વડગામ જિ.-બનાસકાંઠાની અખબારી યાદીમાં જણાવ્યું છે.
____________________________________________
પંચાયત સંવર્ગના તલાટીઓની હડતાલ સમેટાઈ
¤ પંચાયત રાજ્ય મંત્રી શ્રી બ્રિજેશ મેરજા સાથે યોજાયેલ ફળદાયી બેઠકમાં લેવાયો નિર્ણય
રાજ્યમાં પંચાયત સંવર્ગના તલાટીઓ દ્વારા તેમની માંગણીઓ સંદર્ભે હડતાલ ચાલી રહી હતી જે આજે તેઓએ પરત ખેચીને હડતાળ સમેટવાનો નિર્ણય કર્યો છે એમ પંચાયત તલાટી મંડળ એસોસિ એશના પ્રમુખ શ્રી દ્વારા જાહેરાત કરાઈ છે.
આજે ગાંધીનગર ખાતે પંચાયત રાજ્ય મંત્રી શ્રી બ્રિજેશ મેરજાના અધ્યક્ષ સ્થાને એસોસિએશન હોદ્દેદારો તથા પંચાયત વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજાઇ હતી.આ બેઠકમાં તેઓના પ્રશ્નો અને માંગણીઓ સવિસ્તૃત ફળદાયી ચર્ચા વિચારણા કરાઈ હતી. જેના પરિણામે મંડળ દ્વારા આ હડતાલ પરત ખેંચવાનો નિર્ણય કરાયો છે અને તેઓ શ્રી આવતીકાલથી જ પોતાની ફરજ ઉપર હાજર થઈ જશે તેમ તેમણે ઉમેર્યું હતું.
ટિપ્પણીઓ