ધી મેસેજ દૈનિક, પાલનપુર સોશ્યલ મીડિયા આવૃત્તિ તા. ૩૦.૦૮.૨૦૨૨
પાલનપુરના પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં " વીરાંજલિ કાર્યક્રમ" યોજાશે કાર્યક્રમના સુચારુ આયોજન અને વ્યવસ્થાના ભાગરૂપે કલેકટરશ્રી આનંદ પટેલના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઇ 100 કરતા વધુ કલાકારો વતનના વિસરાયેલા વીરોની કહાની મલ્ટીમીડિયા શો રૂપે રજૂ કરશે (માહિતી બ્યુરો, પાલનપુર) રાજ્ય સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત દેશના સ્વાતંત્ર્ય માટે પોતાના પ્રાણની આહૂતિ આપનારા વીર ક્રાંતિકારીઓની શહાદતને સલામ કરતો " વીરાંજલિ કાર્યક્રમ" આગામી 31 ઓગષ્ટે પાલનપુર ખાતે પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં યોજાશે. જેમાં વિખ્યાત સાહિત્યકારશ્રી સાંઈરામ દવે સહિતના 100થી વધુ કલાકારો દ્વારા મલ્ટીમીડિયા શૉ થકી વતનના વીસરાયેલા વીરોની વાત રજૂ કરવામાં આવશે. આ કાર્યક્રમના આયોજન અને તૈયારી અંગે જિલ્લા કલેકટરશ્રી આનંદ પટેલના અધ્યક્ષસ્થાને એક બેઠક યોજાઇ હતી.જેમાં વીરાંજલિ કાર્યક્રમના સુચારુ આયોજન અને વ્યવસ્થા અંગે કલેકટરશ્રી આનંદ પટેલે જરૂરી સૂચનો અને માર્ગદર્શન આપ્યું હતું. ગુજરાતના સૌ પ્રથમ મેગા મ્યુઝિકલ ડ્રામા વીરાંજલિની શરુઆત ઐતિહાસિક નગરી પાટણથી થઈ હતી...