ધી મેસેજ દૈનિક, પાલનપુર સોશ્યલ મીડિયા આવૃત્તિ તા. ૩૧.૦૭.૨૦૨૨
ભૂગર્ભ ગટરની કામગીરી કરનાર કોન્ટ્રાક્ટરની વધુ એક પોલ છતી થઈ તસવીર : ઇમરાન સૈયદ પાલનપુરના વિકાસ માટે કરોડોની ગ્રાન્ટ પાલનપુર પાલિકાને ફાળવવામાં આવે છે. જેમાં સત્તાધીશો અને મળતીયાઓ મળીને ગ્રાન્ટનો દુરુપયોગ કરી પાલનપુરનો વિકાસ નહિવત અને પોતાનો વિકાસ પૂરેપૂરો કરી નાખે છે. પાલનપુરમાં થયેલી ભૂગર્ભ ગટરની કામગીરીમાં પણ કોન્ટ્રાકટરે ગેરરીતિ આચરીને આડેધડ કામ કર્યું હોવાથી આ ચોમાસાની ઋતુમાં ભૂગર્ભ ગટરનું જ્યાં જ્યાં કામ થયું છે ત્યાં રોડ બેસી જવાના કે ભૂવા પડવાના બનાવો બન્યા છે. શનિવારે પણ નાની બજારમાં હાથીખાના ચોક પાસેના જાહેર માર્ગ પર નવીન બનાવેલ રોડમાં માર્બલ ભરેલ જીપડાલાનું ટાયર ખુંપી જતા ૨ ક્લાક સુધી ટ્રાફિક જામ થઈ ગયો હતો. જેમાં ગાડીમાંથી માર્બલ ઉતારીને ગાડીને ખાડામાંથી બહાર કાઢવામાં આવી...