ધી મેસેજ દૈનિક, પાલનપુર સોશ્યલ મીડિયા આવૃત્તિ તા. ૧૦.૧૦.૨૦૨૨
પાલનપુર નગરપાલિકાએ વરસાદ બાદ પડેલા ખાડા પુરવાની સાથે... ભૂગર્ભ ગટરની કામગીરી કરનાર કોન્ટ્રાક્ટરે તોડેલા રસ્તાઓનું સમારકામ તાકીદે કરાવવું જરૂરી (નગરપાલિકા દ્વારા તૂટેલા રસ્તા ઉપર આવી રીતે મેટલ પાથરીને અવારનવાર ઢાંકપિછોડો કરવામાં આવે છે) કોટ વિસ્તારમાં વોર્ડ નંબર ૪ સહિત અનેક વોર્ડમાં ભૂગર્ભ ગટરની કામગીરી દરમિયાન બે વર્ષ અગાઉ તોડેલા રસ્તા હજુ એવાને એવા તૂટેલા અને ખાડાવાળા છે પાલિકા પ્રમુખ અને ચીફ ઓફિસર આ વિસ્તારની રૂબરૂ મુલાકાત લઇ આ રસ્તાઓનું તાત્કાલિક અસરથી સમારકામ કરાવી લોકોની હાલાકી દૂર કરે તેવી માંગ પાલનપુર નગરપાલિકામાં પાલનપુર શહેરમાં વરસાદ બાદ પડેલા ખાડા પૂરવા માટે પાલનપુર નગરપાલિકામાં રૂપિયા એક કરોડની ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવી હોવાની વિગતો પ્રકાશમાં આવી છે ત્યારે પાલનપુર નગરપાલિકાના પ્રમુખ તેમજ ચીફ ઓફિસર દ્વારા આ કામગીરીની સાથે પાલનપુર શહેરના વોર્ડ નંબર ચાર સહિત અનેક વોર્ડમાં ભૂગર્ભ ગટરની કામગીરી દરમિયાન કોન્ટ્રાક્ટરે જે રસ્તા તોડીને રમણ ભમણ સ્થિતિમાં છોડી મૂક્યા છે એ ખાડાવાળા રસ્તાઓનું સમારકામ કરાવવામાં આવે તેવ...
ટિપ્પણીઓ