25.09.2021 વોર્ડ નંબર પાંચની રોજની નર્કાગાર પરિસ્થિતિ....
પાલનપુરના રાજગઢી વિસ્તારમાં નાગણેજી માતાનું મંદિર, નૂતન હાઈસ્કૂલ અને સીટી હાઈસ્કૂલ સામે વર્ષોથી નગરપાલિકાના સફાઈ કામદારો દ્વારા કચરો ફેંકાય છે. જે અઠવાડિયે એક વખત જ ઉપાડાતો હોવાથી આ કચરાના ઢગલામાં ગાય અને આખલા કાગળ અને પ્લાસ્ટિક આરોગે છે તો કાદવ કીચડની ગંદકી ખાવા માટે ભૂંડના ટોળા ઉમટે છે. એક બાજુ નગરપાલિકા જાહેરમાં કચરો ફેંકનારને દંડ ફટકારે છે ત્યારે આ વિસ્તાર સહિત શહેરના મોટા ભાગના ચાર રસ્તા ઉપર ખુદ પાલિકાના સફાઈ કામદારો દ્વારા જ કચરો એકઠો કરાય છે. જે કોન્ટ્રાક્ટર દ્વારા અઠવાડિયે એક વખત જ ઉપાડાતો હોવાથી સમગ્ર વિસ્તારો કાદવ કીચડ અને કચરાની ગંદકીથી ખદબદે છે અને રોગચાળાને આમંત્રણ આપે છે. આ સ્થિતિમાં સુધારો લાવવા ચીફ ઓફિસર પ્રયત્નશીલ નથી અને સ્થાનિક મ્યુ. સભ્યો આ કચરા પાસેથી પસાર થતા હોવા છતાં આંખ આડા કાન કરે છે ત્યારે પાલિકા સત્તાધીશોએ યોગ્ય કાર્યવાહી હાથ ધરવી જરૂરી છે.
ટિપ્પણીઓ