24.09.2021 પોષણ માસની ઉજવણી અંતર્ગત વડગામ ખાતે ન્યુટ્રીશન કીટ વિતરણનો કાર્યક્રમ યોજાયો
(માહિતી બ્યુરો, પાલનપુર)
પોષણ માસની ઉજવણી અંતર્ગત વડગામ ખાતે તાલુકા પંચાયતના પ્રમુખશ્રી પરથીભાઇ ગોળના અધ્યક્ષસ્થાને આઇ.સી.ડી.એસ. વડગામ ઘટક-૧નો ન્યુટ્રીશન કીટ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. વડગામ ઘટક-૧ બનાસકાંઠા ચાઇલ્ડ લાઇન ૧૦૯૮ના સંયુક્ત ઉપક્રમે યોજાયેલ આ કાર્યક્રમમાં અતિકુપોષિત બાળકોને ગોળ, મગ, ચણા, ખજુર અને કેળાની કીટ વિતરણનું વિતરણ કરવામાં આવ્યું હતું. તથા લાભાર્થીઓને પોષણ અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
આ પ્રસંગે તાલુકા પંચાયતના સભ્યશ્રી લક્ષ્મણભાઈ, વડગામ બી.આર.સી.કો-ઓર્ડીનેટરશ્રી મહેન્દ્રસિંહ બારડ, સી.ડી.પી.ઓ.શ્રી રમીલાબેન, ચાઇલ્ડ લાઇનમાંથી શ્રી હેતલબેન, મેઘનાબેન, અરુણાબેન, સુપરવાઇઝર બહેનો, આંગણવાડી કાર્યકર અને લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યાં હતાં. આ કાર્યક્રમનું સંચાલન વિક્રમસિંહ રાણા, મેહુલભાઇ અને ગૌતમ ઇલોળીયા- પ્રોજેક્ટ આસીસ્ટન્ટ પોષણ અભિયાન દ્વારા કરવામાં આવ્યું હતું.
ટિપ્પણીઓ