પોસ્ટ્સ
સપ્ટેમ્બર, 2021 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે
25.09.2021 વોર્ડ નંબર પાંચની રોજની નર્કાગાર પરિસ્થિતિ....
- લિંક મેળવો
- X
- ઇમેઇલ
- અન્ય ઍપ
પાલનપુરના રાજગઢી વિસ્તારમાં નાગણેજી માતાનું મંદિર, નૂતન હાઈસ્કૂલ અને સીટી હાઈસ્કૂલ સામે વર્ષોથી નગરપાલિકાના સફાઈ કામદારો દ્વારા કચરો ફેંકાય છે. જે અઠવાડિયે એક વખત જ ઉપાડાતો હોવાથી આ કચરાના ઢગલામાં ગાય અને આખલા કાગળ અને પ્લાસ્ટિક આરોગે છે તો કાદવ કીચડની ગંદકી ખાવા માટે ભૂંડના ટોળા ઉમટે છે. એક બાજુ નગરપાલિકા જાહેરમાં કચરો ફેંકનારને દંડ ફટકારે છે ત્યારે આ વિસ્તાર સહિત શહેરના મોટા ભાગના ચાર રસ્તા ઉપર ખુદ પાલિકાના સફાઈ કામદારો દ્વારા જ કચરો એકઠો કરાય છે. જે કોન્ટ્રાક્ટર દ્વારા અઠવાડિયે એક વખત જ ઉપાડાતો હોવાથી સમગ્ર વિસ્તારો કાદવ કીચડ અને કચરાની ગંદકીથી ખદબદે છે અને રોગચાળાને આમંત્રણ આપે છે. આ સ્થિતિમાં સુધારો લાવવા ચીફ ઓફિસર પ્રયત્નશીલ નથી અને સ્થાનિક મ્યુ. સભ્યો આ કચરા પાસેથી પસાર થતા હોવા છતાં આંખ આડા કાન કરે છે ત્યારે પાલિકા સત્તાધીશોએ યોગ્ય કાર્યવાહી હાથ ધરવી જરૂરી છે.
24.09.2021 બનાસકાંઠા કલેકટરશ્રી આનંદ પટેલના હસ્તે અંબાજી ગબ્બર અને કોટેશ્વર ખાતે વૃક્ષારોપણ કરાયું
- લિંક મેળવો
- X
- ઇમેઇલ
- અન્ય ઍપ
(માહિતી બ્યુરો, પાલનપુર) પ્રસિધ્ધ યાત્રાધામ અંબાજી મુકામે આવેલ ગબ્બર ડુંગરાળ વિસ્તાર અને કોટેશ્વર ખાતે બનાસકાંઠા જિલ્લા કલેકટરશ્રી કમ શ્રી આરાસુરી અંબાજી દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેનશ્રી આનંદ પટેલ અને નાયબ વન સંરક્ષકશ્રી મિતેષભાઇ પટેલના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. કલેકટરશ્રીના હસ્તે ગબ્બર ખાતે કદમ અને કોટેશ્વર ખાતે બિલીના રોપાઓનું વાવેતર કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કલેકટરશ્રી આનંદ પટેલે બનાસકાંઠા જિલ્લાને વૃક્ષોથી હર્યોભર્યો અને હરીયાળો બનાવવા પર ભાર મુકતા જણાવ્યું હતું કે, દાંતા- અંબાજી સહિત સમગ્ર જિલ્લામાં મોટી સંખ્યામાં વૃક્ષો વાવી તેનો ઉછેર કરી જિલ્લાને લીલોછમ- હરીયાળો બનાવીએ. તેમણે કહ્યું કે, ખેડુતો પોતાના ખેતરના શેઢે-પાળે ફળાઉ રોપાઓનું વાવેતર કરે તથા શહેરી વિસ્તારમાં પણ પણ લોકો સુશોભિત રોપાઓનું વાવેતર કરે તે રીતે રોપાઓનું વિતરણ કરી પ્રકૃતિનું જતન કરીએ. તેમણે વન વિભાગને સુચના આપતાં કહ્યું કે, કોટેશ્વર મંદિરની સામે હરીયાળું વન બનાવવા પ્રયાસો હાથ ધરીએ. ...
24.09.2021 પોષણ માસની ઉજવણી અંતર્ગત વડગામ ખાતે ન્યુટ્રીશન કીટ વિતરણનો કાર્યક્રમ યોજાયો
- લિંક મેળવો
- X
- ઇમેઇલ
- અન્ય ઍપ
(માહિતી બ્યુરો, પાલનપુર) પોષણ માસની ઉજવણી અંતર્ગત વડગામ ખાતે તાલુકા પંચાયતના પ્રમુખશ્રી પરથીભાઇ ગોળના અધ્યક્ષસ્થાને આઇ.સી.ડી.એસ. વડગામ ઘટક-૧નો ન્યુટ્રીશન કીટ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. વડગામ ઘટક-૧ બનાસકાંઠા ચાઇલ્ડ લાઇન ૧૦૯૮ના સંયુક્ત ઉપક્રમે યોજાયેલ આ કાર્યક્રમમાં અતિકુપોષિત બાળકોને ગોળ, મગ, ચણા, ખજુર અને કેળાની કીટ વિતરણનું વિતરણ કરવામાં આવ્યું હતું. તથા લાભાર્થીઓને પોષણ અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે તાલુકા પંચાયતના સભ્યશ્રી લક્ષ્મણભાઈ, વડગામ બી.આર.સી.કો-ઓર્ડીનેટરશ્રી મહેન્દ્રસિંહ બારડ, સી.ડી.પી.ઓ.શ્રી રમીલાબેન, ચાઇલ્ડ લાઇનમાંથી શ્રી હેતલબેન, મેઘનાબેન, અરુણાબેન, સુપરવાઇઝર બહેનો, આંગણવાડી કાર્યકર અને લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યાં હતાં. આ કાર્યક્રમનું સંચાલન વિક્રમસિંહ રાણા, મેહુલભાઇ અને ગૌતમ ઇલોળીયા- પ્રોજેક્ટ આસીસ્ટન્ટ પોષણ અભિયાન દ્વારા કરવામાં આવ્યું હતું.