પોસ્ટ્સ

ધી મેસેજ દૈનિકનો ૨૪માં વર્ષમાં પ્રવેશ

છબી
ક્રાંતિકારી સંતશ્રી સ્વામી સચ્ચિદાનંદજીના વરદ હસ્તે ૧૫-૦૮-૨૦૦૧ના રોજ ધી મેસેજ દૈનિકની ક્રાંતિની જ્યોત પ્રજ્વલિત થઈ હતી. આજે ૧૫-૦૮-૨૦૨૩ના રોજ ધી મેસેજ દૈનિક ૨૩ વર્ષ પૂર્ણ કરી ૨૪માં વર્ષમાં પ્રવેશ કરી રહ્યું છે ત્યારે ધી મેસેજ દૈનિકને પોતીકું અખબાર ગણી ધી મેસેજ દૈનિકને આટલા વર્ષો સુધી સાથ-સહકાર અને સહયોગ પૂરો પાડનાર ધી મેસેજના ખમીરવંતા વાચકો અને કદરદાન શુભેચ્છકોનો આભાર માનતા હર્ષની લાગણી અનુભવીએ છીએ. આ સાથે ધી મેસેજ દૈનિકના શુભેચ્છક શ્રી ગોવિંદભાઈ બારોટની એક રચના અત્રે પ્રસ્તુત કરીએ છીએ... એમ. કે. સૈયદ તંત્રી ધી મેસેજ દૈનિક 🪷      ૧૮૧. ક્રમ  🪷      🪷 અનમોલ રતન 🪷   🇮🇳 ધી મેસેજ દૈનિક અખબાર  🇮🇳        🎡   ભાવગીત   🎡 🇮🇳 ૧૫ મી ઓગસ્ટ, ૨૦૦૧ની સુપ્રભાતે , ધી મેસેજ દૈનિક અખબારનું ઉદ્દઘાટન  સ્વામીશ્રી સચ્ચિદાનંદના શુભ થયું હાથે થયું... ૨૨_૨૩ વર્ષથી એકધારું પાલનપુર બનાસકાંઠાનું પ્રિય "ધી મેસેજની એકધારી છણાવટ  રહી સદા સાથે. ગરીબ તવંગરને ન્યાય અપાવવા અડગ રહ્યું એકલા જ ✋ હાથે. ...

ધી મેસેજ દૈનિક સોશ્યલ મીડિયા આવૃત્તિ તા. ૩૦.૦૪.૨૦૨૩

છબી
 ગઢ ખાતે સંતો અને દાતાઓની હાજરીમાં પેથાણી વિદ્યાસંકુલના નવીન વિભાગોનો ઉદ્ઘાટન સમારોહ યોજાયો ગ્રામજનોની હાજરીમાં દાતાઓનું સન્માન કરાયું અને દાતાઓ વતી જૈન શ્રેષ્ઠી પ્રવિણભાઈ એમ. શાહ દ્વારા 4 કરોડનું દાન લાવવા બદલ સંસ્થાના પ્રમુખ ખોડીદાસ પટેલનું પાઘડી પહેરાવીને સન્માન કરાયું માણસ પોતાની સાથે કશું લઈને જન્મ્યો નથી અને કશું સાથે લઈને જવાનો નથી, એવો પવિત્ર ભાવ દાનશીલતાને પ્રેરે છે. માણસ માટે પૃથ્વીદાતા છે, નદી દાતા છે, પવન દાતા છે, સૂર્યદેવ પ્રકાશનો દાતા છે, વાદળ દાતા છે એમાંના કોઈને પોતે દાતા હોવાનો અહંકાર નથી. કારણ કે તેઓ દાનને કર્તવ્ય સમજે છે. પ્રભુ સંપત્તિ માત્ર પોતાને કે પોતાના પરિવારને ઠારવા માટે નથી આપતો, સમાજ, રાજ્ય, રાષ્ટ્ર કે વિશ્વ એક વિશાળ પરિવાર છે. એને ઠારવા માટે ઈશ્વર મનુષ્યને ધન-સંપત્તિ આપે છે. અથર્વવેદમાં એટલા માટે જ કહેવામાં આવ્યું છે કે ''શતહસ્ત સમાહર, સહસ્ત્ર હસ્ત સંકિર'' - મતલબ કે સેંકડો હાથોથી (ધન) એકઠું કરો અને હજારો હાથે તે વિતરિત કરો. જે માણસ શિક્ષણ માં દાન આપે છે. એને મહાદાન કહેવાયું છે. શ્રી...

ધી મેસેજ દૈનિક સોશ્યલ મીડિયા આવૃત્તિ તારીખ ૦૩.૦૪.૨૦૨૩

છબી
માધ્યમિક શિષ્યવૃતિ પરીક્ષામાં ગઢ ઝવેરી હાઈસ્કૂલના બાળકો એ મેદાન માર્યું પાલનપુર ગ્રામ્ય વિસ્તાર ના પસંદ થયેલ 12 બાળકોમાંથી 04 બાળકો ઝવેરી હાઇસ્કુલના... દેશમાંં શિક્ષણ સુધારવા તથા શિક્ષણ માટે પ્રોત્સાહિત કરવા માટે ઘણી બધી યોજનાઓ ચાલે છે. અભ્યાસ કરવામાં તેજસ્વી અને હોશિયાર હોય તેમને સારૂ શિક્ષણ મળી રહે તે ખૂબ જરૂરી છે. રાજ્યમાં આર્થિક પરિસ્થિતિ નબળી હોવાના કારણે ઘણા બધા વિદ્યાર્થીઓ ઉચ્ચ અને સારું શિક્ષણ મેળવી શકતા નથી. આવા વિવિધ કારણોસર સરકાર દ્વારા શિષ્યવૃતિ બહાર પાડતી હોય છે. કેન્‍દ્ર સરકાર પીએમ યશસ્વી સ્કોરશીપ યોજના, પ્રગતિ સ્કોલરશીપ વગેરે ઘણી બહાર પાડેલ છે. એવી જ રીતે ગુજરાત સરકાર દ્વારા પણ MSMY, ડિજીટલ ગુજરાત સ્કોલરશીપ વગેરે બહાર પાડે છે.  તાજેતરમાં રાજ્ય પરીક્ષા બોર્ડ ગાંધીનગર આયોજીત માધ્યમિક શિષ્યવૃતિ પરીક્ષા યોજાઈ હતી. જેમાં શ્રી ગઢ કેળવણી મંડળ, ગઢ સંચાલિત પેથાણી વિદ્યાસંકુલની દીકરીઓએ બાજી મારી પાલનપુર તાલુકા ગ્રામ્ય વિસ્તારના મેરીટમાં કુલ 12 વિધાર્થીની પસંદગી થઈ હતી. જેમાંથી 4 વિધાર્થીની શેઠશ્રી ન.લ.ઝવેરી અને શેઠશ્રી લ.જે. ઝવેરી સાર્વજનિક હાઈસ્કૂલ ગઢની પસંદગી પામ...

ધી મેસેજ દૈનિક સોશ્યલ મીડિયા આવૃત્તિ તા. ૧૨.૦૩.૨૦૨૩

છબી
શ્રી ગઢ કેળવણી મંડળ ગઢ સંચાલિત પેથાણી વિદ્યાસંકુલ સંલગ્ન માણેકબા હોલમાં ધોરણ 10 અને 12ના વિધાર્થીઓનો દિક્ષાંત સમારોહ બનાસકાંઠા DEO ઓફિસના EI અધિકારી બેનશ્રી ગીતાબેન ચૌધરીની અધ્યક્ષતામાં યોજાયો તા. 09/03/2023 ને ગુરુવારે પેથાણી વિદ્યાસંકુલ ખાતે આવેલ માણેકબા હોલમાં ગુજરાતી અને અંગ્રેજી માધ્યમના ધોરણ 10 અને 12 ના વિધાર્થીઓનો દિક્ષાંત સમારોહ મુખ્ય મહેમાનશ્રી બનાસકાંઠા DEO ઓફિસના EI અધિકારી માન. શ્રીમતી ગીતાબેન ચૌધરી અને અતિથિ વિશેષ શ્રી સરસ્વતી કેળવણી વિકાસ ટ્રસ્ટ મડાણાના ટ્રસ્ટીશ્રી અને ઉધોગપતિ માન. શ્રી મફતલાલ ડી. ભુટકા અને રોટરી સેવાદળ ગઢના પ્રમુખશ્રી દેવજીભાઈ કરેણની ઉપસ્થિતમાં યોજાયો. આ પ્રસંગે સૌપ્રથમ સંસ્થાની નાની દીકરીઓ દ્વારા સુંદર મજાનું અભિનય સાથે સ્વાગત ગીત રજુ કરવામાં આવ્યું હતું. વિદાય લેતા ધો. 10 અને 12 ના વિધાર્થીઓને કુમકુમ તિલક કરી મોં મીઠુ કરાવવામાં આવ્યું હતું. ત્યાર બાદ દરેક મહેમાનશ્રીઓ દ્વારા વિધાર્થીઓને સારા પરિણામ બાબતે શુભેચ્છાઓ અને આશીર્વાદ આપ્યા હતા. છેલ્લે ચાલુ વર્ષના હસ્ત લિખિત ક્ષિતિજ અંકનું વિમોચન EI અધિકારીશ્રી ગીતાબેન ચૌધરીના હસ્તે કર...

ધી મેસેજ દૈનિક સોશ્યલ મીડિયા આવૃત્તિ તા.૨૦.૨.૨૩

છબી
રાષ્ટ્રધ્વજ જોઈ સડસડાટ ૧૯૫ દેશના નામ બોલતો જામનગરનો માત્ર ૪ વર્ષનો જીનિયસ બાળક હર્ષ પંડયા  આજના આધુનિક યુગમાં લોકો સોશિયલ મીડિયા પર કલાકોનો સમય ગાળે છે. નાના બાળકોથી લઈને મોટી ઉંમરના લોકો કલાકોની કલાકો મોબાઈલમાં વિતાવે છે. પરંતુ કેટલાક જીનીયસ બાળકો ઈન્ટરનેટનો યોગ્ય સદઉપયોગ કરીને અવનવું શીખતા રહે છે. જામનગરનો માત્ર ૪ વર્ષનો એક બાળક હર્ષ પંડયા તેની ઉંમર કરતા અનેકગણું જ્ઞાન ધરાવે છે. કોઈપણ દેશના નામ હોય કે તેના રાષ્ટ્રધ્વજ કે તેના પાટનગરના નામ સાથે તે સડસડાટ મોંઢે બોલી દે છે. આ સાથે તે ઈન્ટરનેટ પર દૈનિક કંઈક ને કંઈક નવુ પર શીખે છે.  જામનગરના પટેલ કોલોનીમાં રહેતા રોકાણના વ્યવસાય સાથે સંકળાયેલ ચિરાગ પંડયાનો ચાર વર્ષનો બાળક જેનું નામ હર્ષ પંડયા છે. સારા અભ્યાસુ કે હોંશિયાર લોકો પણ ના બોલી શકે તેટલી ઝડપ અને આટલા દેશના નામ મોઢે સટાસટ બોલે છે. જે ૧૯૫ દેશના રાષ્ટ્રધ્વજ જોઈને તે દેશના નામ અને તેના પાટનગરના નામ ત્વરીત બોલે છે. જે તેણે ઈન્ટરનેટની મદદથી શીખ્યુ છે. હર્ષના માતા અવની પંડયા બી.કોમ, બીએડનો અભ્યાસ કરે છે. તેથી બાળકને અભ્યાસમાં હોશિયા...

ધી મેસેજ દૈનિક સોશ્યલ મીડિયા આવૃત્તિ તા.૩૧.૦૧.૨૦૨૩

છબી
શ્રી ગઢ કેળવણી મંડળ,ગઢ સંચાલીત પેથાણી વિદ્યાસંકુલ ખાતે 74માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી   ગઢ ખાતે પેથાણી વિદ્યાસંકુલમાં ૨૬મી જાન્યુઆરીએ 74માં પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં મંડળના પૂર્વ મંત્રીશ્રી દેવાભાઈ જે. સાળવીના વરદ હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ બાલમંદિર થી ધોરણ 12 સુધીના તમામ બાળકો દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા. છેલ્લે ચાલુ વર્ષના બેસ્ટ સ્ટુડન્ટ અને બેસ્ટ ટીચર અને વિશિષ્ટ સિદ્ધિ એવોર્ડ આપી શિક્ષકો અને બાળકોને સન્માનિત કરવામાં આવ્યા હતા. જેના દાતા બિલ્ડીંગ કોન્ટ્રાકટર શ્રી મગનભાઈ આર. પ્રજાપતિ હતા. આ પર્વમાં શ્રી ગઢ કેળવણી મંડળના પ્રમુખશ્રી ખોડીદાસ પટેલ, મંત્રીશ્રી રૂપસિંહભાઈ ચૌહાણ, કારોબારી-સલાહકાર સભ્યો, સંસ્થાના નિયામકશ્રી સુનિલ સાળવી, તમામ વિભાગના આચાર્યશ્રી, તમામ સ્ટાફમિત્રો, ગ્રામજનો અને મોટી સંખ્યામાં વાલીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

ધી મેસેજ દૈનિક સોશ્યલ મીડિયા આવૃત્તિ તા.૧૭.૧૨.૨૨

છબી
________________________________ શ્રી ગઢ કેળવણી મંડળ,ગઢ ખાતે બનાસકાંઠા જિલ્લા શિક્ષણાધિકારી શ્રી ડૉ.એન.બી. ચાવડાના અધ્યક્ષસ્થાને SVS કક્ષાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજાયું શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થી નાયબ મામલતદાર પાલનપુર શ્રી ચિરાગ ગેલા અને નાયબ મામલતદાર દાંતીવાડા શ્રીમતી મેઘા જોષીના હસ્તે રીબીન કાપી ગણિત -વિજ્ઞાન પ્રદર્શનને ખુલ્લું મુકવામાં આવ્યું હતું. પાલનપુર તાલુકાના ગઢ ખાતે પેથાણી વિદ્યા સંકુલમાં   તારીખ 14 ડિસેમ્બર-2022ને બુધવારે સર જગદીશચંદ્ર બોઝ શાળા વિકાસ સંકુલનું ગણિત-વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શન યોજાયું, જેમાં બનાસકાંઠા જિલ્લા શિક્ષણાધિકારી શ્રી ડૉ.એન.બી. ચાવડા, શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થી નાયબ મામલતદાર પાલનપુર શ્રી ચિરાગ ગેલા અને નાયબ મામલતદાર દાંતીવાડા શ્રીમતી મેઘા જોષી, બનાસકાંઠા D.E.O ઓફિસના શિક્ષણ નિરીક્ષક પિયુષભાઈ પટેલ, લાયઝન ઓફિસર કૃણાલભાઈ મકવાણા અને ચેતનભાઈ પટેલ , SVS કન્વીનર શ્રી કરશનભાઈ જરમોલ, ભોજનદાતા શ્રી મગનભાઈ પ્રજાપતિ, શ્રી ગઢ કેળવણી મંડળના પ્રમુખશ્રી ખોડીદાસ પટેલ -મંત્રીશ્રી રૂપસિંહભાઈ ચૌહાણ, કારોબારી-સલાહકાર સભ્યો...